ગુજરાત
News of Monday, 29th November 2021

ગુજરાત સરકારનો મોટો નિર્ણય :કોરોના મૃતકોના પરિવારોને સહાય માટે 15 દિ 'માં શરૂ કરાશે પોર્ટલ

મહેસૂલ વિભાગ અને આરોગ્ય વિભાગ બન્ને મળીને NICના સહયોગથી તૈયાર કરે છે પોર્ટલ :

અમદાવાદ :ગુજરાત સરકાર આ નવા વેરિયન્ટને લઇને કેટલી તૈયાર છે? આ અંગે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

મનોજ અગ્રવાલે જણાવ્યું કે, નવા વેરિયન્ટ માટે કેન્દ્ર સરકારે સૂચના આપી હતી. કોરોનાનું સુરક્ષા કવચ વેકસીન છે. પ્રથમ ડોઝ 93%, બીજો ડોઝ 64% લોકોને આપ્યો છે. તો વાઇબ્રન્ટ ગુજરાત માટે ઉધોગ વિભાગ આયોજન કરી રહ્યું છે. તો આરોગ્ય-મહેસુલ વિભાગના સહયોગથી પોર્ટલ તૈયાર કરવામાં આવશે.

મનોજ અગ્રવાલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે પોર્ટલ બનાવવાના ગુજરાતનો પરિપત્ર મોડલ તરીકે સ્વીકાર્યો છે, આ પરિપત્ર દેશના તમામ રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યો છે, વકીલોએ કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટને પરિપત્ર ગમ્યું છે. તેના અનુસંધાનમાં પોર્ટલ પણ બનાવવામાં આવશે, લોકોને ફિઝિકલ ક્લેઇમ જમા કરાવવા માટે પણ સુવિધા રહે અને ઓનલાઇન પણ સુવિધા રહે. આ કામગીરી મહેસૂલ વિભાગ અને આરોગ્ય વિભાગ બન્ને મળીને NICના સહયોગથી પોર્ટલ બનાવી રહ્યા છે. ટુંક સમયમાં પોર્ટલ શરૂ થઇ જશે. ફિઝિકલી કામગીરી ચાલુ છે અને તે રહેશે જ.

(9:30 pm IST)