ગુજરાત
News of Tuesday, 30th November 2021

સાગબારા તાલુકાના જાવલી ગામ નજીક મોટરસાયકલ ચાલક બાઈક પરથી પડી જતાં મોત નીપજ્યું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલા જાવલી ગામ આગળ પુરપાટ જઇ રહેલા એક બાઈક ચાલક પડી જતા મોત થયું હતું.
મળતી માહિતી મુજબ જહેરસિંગભાઇ ખાપરીયાભાઇ (રહે.કોલવાણ નદિ ફળીયુ,તા.સાગબારા) નાઓ પોતાના કબ્જામાંની મોટર સાયકલ નંબર GJ.22.B.3407 પુર ઝડપે હંકારી જતા માર્ગમાં પડી જઇ પોતાને માથાના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી પોતાનુ જ મોત નિપજાવી ગુનો કર્યો હોય સાગબારા પોલીસે મરનાર જહેરસિંગભાઇ વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:41 pm IST)