ગુજરાત
News of Tuesday, 30th November 2021

કાંકરેજના શિહોરીમાં દાદી અને પૌત્રની હત્યાનો આરોપી મુકેશ રાવળની શંખલપુરથી ઝડપાયો

હત્યારાએ બંનેનું ગળું કાપી નિર્મમ હત્યા કરી હતી:આરોપીની પત્નીને મૃતકનો પુત્ર ભગાડી ગયો હતો.જેની અદાવત રાખી આરોપીએ દાદી અને પૌત્રને મોતને ઘાટ ઉતારી દીધા

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિહોરીમાં દાદી અને પૌત્રની હત્યા કેસમાં તસાનો ધમધમાટ શરૂ થયો છે.શિહોરી પોલીસે આરોપી મુકેશ રાવળની મહેસાણાના શંખલપુરથી ધરપકડ કરી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે અગાઉ આરોપીની પત્નીને મૃતકનો પુત્ર ભગાડી ગયો હતો.જેની અદાવત રાખી આરોપીએ દાદી અને પૌત્રને મોતને ઘાટ ઉતારી દીધા.હાલ પોલીસે આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

મળતી માહિતી મૂજબ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે રામજી મંદિર પાસે ગઈકાલે 29 નવેમ્બરે વહેલી સવારે દાદી-પૌત્રની હત્યા થઇ હતી.હત્યારાએ બંનેનું ગળું કાપી નિર્મમ હત્યા કરી હતી.

બનાવની વિગત એમ છે કે મૃતક સુશીલાબેન સાધુ તેમના બે દીકરાઓ પૈકી મોટો દીકરો ચિરાગ તેની પત્ની સુરતમાં રહે છે અને સાથે નોકરી કરે છે. ચિરાગનો પુત્ર એટલે કે સુશીલાબેનનો પૌત્ર ધાર્મિક દાદી સાથે શિહોરીમાં રહેતો હતો. સુશીલાબેનના નાના પુત્ર પુત્ર ઉમંગને 8 મહિના અગાઉ આરોપી મુકેશ રાવળની પત્ની સાથે પ્રેમ થઈ જતા બન્ને સાથે રહેતા હતા.

ઉમંગ તેની પ્રેમિકાને લઈને જૂનાગઢ રહેવા જતો રહ્યો હતો. પત્નીને ભગાડી જવાનું મનદુખ રાખીને ગઈકાલે 29 નવેમ્બરે મુકેશ રાવળે ધારદાર હથિયાર વડે સુશીલાબેન અને તેમના પૌત્ર ધાર્મિકનું ગળું કાપી નિર્મમ હત્યા કરી હતી અને ફરાર થઈ ગયો હતો.

(11:08 pm IST)