ગુજરાત
News of Wednesday, 30th November 2022

યુનિપાર્ટ્‍સ ઈન્‍ડિયા લિમિટેડનો આઈપીઓ ખુલ્‍યોઃ શુક્રવારે બંધ

(કેતન ખત્રી), અમદાવાદઃ યુનિપાર્ટ્‍સ ઇન્‍ડિયા લિમિટેડએ આજે રૂ.૧૦ની મૂળ કિંમતનો એક (ઇકિવટી શેર્સ)એવા ૧૪,૪૮૧,૯૪૨ ઇકિવટી શેરો સુધીની ઇનિશિયલ પબ્‍લિક ઓફરિંગ (આઇપીઓ) ખુલ્લો મૂકવાની દરખાસ્‍ત કરી છે,ઓફરમાં પોસ્‍ટ-ઓફર પેઇડ-અપ ઇક્‍વિટી શેર કેપિટલ ૩૨.૦૯ ટકા થશે. ઓફર શુક્રવાર, ૨ ડિસેમ્‍બરનાં રોજ બંધ થશે.ઓફરની પ્રાઇસ બેન્‍ડ પ્રતિ ઇકિવટી શેર રૂ. ૫૪૮થી રૂ. ૫૭૭ નકકી કરવામાં આવી છે. લઘુતમ ૨૫ ઇક્‍વિટી શેર્સ અને તે પછી ૨૫ શેર્સનાં ગુણાંકમાં બિડ કરી શકાશે.

આ ઓફર સેબીનાં આઈસીડીઆર નિયમ ૬ (૧) ને અનુરુપ બુક બિલ્‍ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં ૫૦ ટકાથી વધુ નહીં તેટલી ઓફર ક્‍વોલિફાઇડ ઇન્‍સ્‍ટિટયૂશનલ બાયર્સને પ્રમાણસર ફાળવણી માટે ઉપલબ્‍ધ કરવામાં આવશે.આમાંથી એક તૃતીયાંશ શેરો સ્‍થાનિક મ્‍યુચ્‍યુઅલ ફન્‍ડ્‍સ માટે અનામત છે, જે એન્‍કર ઇન્‍વેસ્‍ટર્સને જે ભાવે ફાળવણી કરવામાં આવે તેટલાં કે તેનાંથી વધુ ભાવે તેઓ માન્‍ય બિડ કરે તેને આધીન હોવાનું યાદીમાં જણાવાયું છે.

(3:50 pm IST)