ગુજરાત
News of Friday, 31st March 2023

રાજ્યમાં કોરોનાને રોકવા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ગાઇડલાઇન જાહેર

વધતા કેસને લઇને રાજ્ય સરકાર એલર્ટ : મુસાફરોએ એર સુવિધા, પોર્ટલ પર રીપોર્ટ અપલોડ કરવાનો રહેશે:ચીન, સિંગાપુર, હોંગકોંગ, કોરિયા, થાઇલેન્ડ, જાપાનના યાત્રીઓના થશે ય્વ્-ભ્ઘ્ય્

નવી દિલ્હી તા. ૩૧ : ગુજરાત સહિત દેશભરમાં સતત કોરોના વાયરસના કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેને લઈ હવે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે ફરી એકવાર કોરોનાની નવી ગાઈડલાઇન જાહેર કરી છે. વાત જાણે એમ છે કે, રાજયમાં કોરોના સંક્રમણ રોકવા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે તંત્ર દ્વારા ગાઈડલાઈન જાહેર કરાઇ છે. જે મુજબ હવે ચીન, સિંગાપોર, હોંગકોંગ, કોરિયા, થાઇલેન્ડ અને જાપાનના મુસાફરોએ ય્વ્-ભ્ઘ્ય્ બાદ જ ગુજરાતમાં જ પ્રવેશ મળશે.

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે અમદાવાદ અને સુરત એરપોર્ટ ડિરેકટરને પત્ર લખ્યો છે. આ સાથે આરોગે તંત્ર દ્વારા ગુજરાતમાં ફરી એકવાર કોરોના સંક્રમણ રોકવા ગાઈડલાઇન જાહેર કરાઇ છે. જેમાં એરપોર્ટ પર આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કેટલાક નિર્ણયો કરવામાં આવ્યા છે. 

રાજયમાં વધતા કોરોનાના કેસને લઈ તંત્ર અલર્ટ મોડ પર છે ત્યારે આરોગ્ય વિભાગે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરી છે. જે મુજબ ચીન, સિંગાપોર, હોંગકોંગ, કોરિયા, થાઇલેન્ડ અને જાપાનના મુસાફરોને  ય્વ્-ભ્ઘ્ય્ બાદ પ્રવેશ મળશે. આ સાથે નવી ગાઈડલાઇન મુજબ મુસાફરોએ એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. જેને લઈ આરોગ્ય વિભાગે અમદાવાદ અને સુરત એરપોર્ટ ડિરેકટરને પત્ર લખ્યો છે.

દેશમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું હોય સતત નવા કેસો સામે આવી રહ્યા છેછેલ્લા એક અઠવાડિયા દરમિયાન દરરોજ ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. શુક્રવારે દેશમાં કોરોનાના ૩,૦૯૫ સંક્રમિત લોકોની ઓળખ કરવામાં આવી હતી. આ સતત બીજો દિવસ છે જયારે એક દિવસમાં નોંધાયેલા નવા કેસની સંખ્યા ત્રણ હજારને વટાવી ગઈ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં સતત બીજા દિવસે ૩ હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે, જે છેલ્લા છ મહિનામાં પ્રથમ વખત બન્યું છે. ગયા સપ્તાહ સુધી દેશમાં દરરોજ સરેરાશ ૧,૫૦૦ લોકો સંક્રમિત થઈ રહ્યા હતા. મહત્વનું છે કે, અગાઉ ૨ ઓકટોબર ૨૦૨૨ના રોજ કોરોનાના ૩,૩૭૫ કેસ નોંધાયા હતા. આ સિવાય ૧,૩૯૬ લોકો કોરોનાથી સાજા પણ થયા છે. એક દિવસ પહેલા સક્રિય કેસ ૧૩,૫૦૯ હતા, જે હવે વધીને ૧૫,૨૦૮ થઈ ગયા છે.

આ સાથે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. અહીં ચેપનો દર ૧૦ ટકાને વટાવી ગયો છે. દરમિયાન દિલ્હી સરકારે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવાનો દાવો કર્યો હતો. દિલ્હીના આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે લોકોને કોરોના, ઈન્ફલ્યુએન્ઝા અથવા ફલૂના લક્ષણો દેખાય ત્યારે માસ્ક પહેરવાની સલાહ આપી હતી.

(5:08 pm IST)