ગુજરાત
News of Friday, 31st March 2023

વડોદરામાં લગ્નની લાલચ આપ્‍યા બાદ શારીરિક શોષણ કરીને લગ્નનો ઇન્‍કાર કરી દેતા અભયમ ટીમે કાર્યવાહી કરી

પાદરા પોલીસ સ્‍ટેશનમાં આરોપી સામે ગુન્‍હો દાખલ

વડોદરાઃ વડોદરામાં લગ્નની લાલચ આપીને શારીરિક શોષણ કરનારા શખ્‍સ સામે કાર્યવાહી કરાઇ છે.

અભયમ દ્વારા મહિલાઓને અનેક પ્રકારની સહાય કરવામાં આવે છે. ત્યારે વડોદરા અભયમની વધુ એક સરાહનીય કામગીરી સામે આવી છે. જેમાં પાદરાની યુવતીને લગ્નની લાલચ આપી સંબંધ બાંધી ગર્ભવતી કરી છોડી દેતા યુવતીએ અભયમની મદદ માંગી.

પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા તાલુકાના ગામના પાદરાની 28 વર્ષીય યુવતી એક યુવકના પરિચયમાં આવી હતી. જે બાદ યુવકે તેની સાથે મિત્રતા કેળવી પ્રેમસંબંધ બાંધ્યો. યુવકે યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે શારિપીર સંબંધ પણ બાંધ્યા હતા. જેથી યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી. યુવતી પ્રેગનેટ થતાં ગભરાઇ ગયો હતો. યુવતીને ગર્ભ રહી જતા યુવકને લગ્ન કરવાનું કહેતા યુવકે તેને મિત્રતાનું નામ આપી તારી સાથે લગ્ન ન કરાય તેમ કહી સંબંધ તોડી નાખ્યો હતો.

જેથી વિમાસણમાં મુકાયેલ યુવતીએ પરિવાર અને સમાજને શું જવાબ આપશે તેવા ડરથી અભયમનો સંપર્ક કરી પોતાની આપવીતી જણાવી હતી. યુવતીએ અભયમનો સંપર્ક કરી એક એક માહિતી આપતા અભયમની ટીમ દ્વારા યુવતીની મુલાકાત લઈ યુવક અંગે વધુ માહિતી મેળવી હતી. બાદમાં અભયમ ટીમ દ્વારા તેની શોધ શરૂ કરાઈ હતી. પરંતુ તે મળ્યો નહોતો. લગ્નની લાલચ આપી શારિરીક સબંધ રાખવાં અને ગર્ભ રહેતાં જવાબદારીમાંથી છટકી જવું એ ગંભીર પ્રકારનો ગુનો હોવાથી અભયમ ટીમ દ્વારા યુવક વિરુદ્વ પાદરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપવામાં આવી છે. સાથે સાથે યુવકને શોધી કાઢવા માટે અભયમ ટીમ તેમજ પોલીસ દ્વારા તપાસના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

મહત્વનું છે કે,લગ્ન વગર શારિરીક સબંધ રાખવાં એ અત્યંત ગંભીર અને જોખમ કારક છે. અવારનવાર આવા કિસ્સાઓ આવે છે. જેથી દરેક યુવતીઓને ખાસ સુચન છે કે, લગ્ન પહેલાં કોઈપણ લાલચ કે, આવેશમાં આવી કોઈ સાથે શારિરીક સબંધ રાખવાં નહિ, નહિ તો ગંભીર પરિણામ આવી શકે છે.

(5:32 pm IST)