કલોલમાં 15 હજારની રોકડ સાથે સાત જુગારીઓની ધરપકડ

કલોલ : કલોલ શહેરના હાઇવે પાસે આવેલા એસટી વર્કશોપ પાસે જુગાર રમાઈ રહ્યો હતો શહેર પોલીસે દરોડો પાડી અહીં જુગાર રમતા સાત લોકોને દબોચી લીધા હતા અને તેમની પાસેથી રોકડ રકમ જપ્ત કરી તેમની સામે જુગાર ધારાની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શહેર પોલીસને બાતમી મળી હતી કે હાઈવે ઉપર એસટી વર્કશોપ પાસે કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે તે મુજબ પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં નાસમ ભાગ મચી ગઈ હતી ત્યારે પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમતા કિશનભાઇ નટવરભાઈ દંતાણી અને ચમનભાઈ જીવણભાઈ પટણી તથા પ્રહલાદભાઈ ચેલાભાઈ પટણી અને અજય ભાઈ રાજુભાઈ દંતાણી વિજયભાઈ બાબુજી ઠાકોર અને દિનેશભાઈ ચમનભાઈ પટણી તથા લાલભાઈ ગોવિંદભાઈ પટણી ને ઝડપી લેવામાં આવ્યા હતા પોલીસે જુગારીઓ પાસેથી રોકડા રૃપિયા ૧૫,૩૫૦ જપ્ત કરીને તેમની સામે જુગારધારા ની કલમો હેઠળ ગુનો દાખલ કરી જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.