ગુજરાત
News of Monday, 31st May 2021

સુરતમાં બેરોજગાર થયેલા દિવ્યાંગ કારીગરની હત્યા

પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી : યુવાનની હત્યા કોઈ જાણભેદુએ કરી હોવાની શક્યતાના આધારે પોલીસ કેટલાક લોકોની પૂછપરછ કરી રહી છે

સુરતના ડિંડોલી દિપકનગરમાં યુવાનની તેના ઘરમાં જ ગળેટૂંપો આપી ઉંધમાં જ હત્યા કરેલી લાશ મળી આવી હતી. ગત સવારે માતાએ તેની લાશ જોતા આત્મહત્યાની શંકા વ્યક્ત કરી હતી. આથી પોલીસે પોર્સ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું સ્પષ્ટ થયા બાદ આજે અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યુવાનની હત્યા કોઈ જાણભેદુએ કરી હોવાની શક્યતાના આધારે પોલીસ કેટલાકની પૂછપરછ કરી રહી છે.

 

સુરત માં સતત હત્યાની ઘટના સમયે આવી રહી છે ત્યારે વધુ એક લાશ મળ્યા બાદ આ યુવાની હત્યાથી હોવાનું સામે આવતા પોલીસે કાર્યવાહી કરી છે.  મૂળ મહારાષ્ટ્રનો વતની અને સુરતમાં નવાગામ ડિંડોલી ચિંતા ચોક પાસે દિપકનગર પ્લોટ નં.૧૯૫ના પહેલા માળે રૂમ નં.૨માં છેલ્લા બે મહિનાથી માતા કલાબાઈ  સાથે રહેતો ૩૫ વર્ષીય મધુકર બાબુભાઈ સોનવણે પાંડેસરા પ્રમુખ પાર્કમાં લુમ્સના કારખાનામાં કામ કરતો હતો.

પરંતુ જમણા હાથે પંજાના ભાગે જન્મજાત વિકલાંગ મધુકરના ડાબા હાથ પર ૨૦ દિવસ અગાઉ બીમ પડતા તે કામ પર નિયમિત જતો નહોતો. ૧૫ વર્ષીય પુત્ર અને ૧૩ વર્ષીય પુત્રીના પિતા મધુકરના પત્ની આશા સાથે ઝઘડા થતા હોય આશા એક વર્ષથી બાળકો સાથે નવાગામ ડિંડોલી સુમનધામ પ્રધાનમંત્રી આવાસમાં એકલી રહે છે. દરમિયાન, ગુરુવારે રાત્રે ૧૨ વાગ્યે મધુકરે દરવાજો નહીં ખોલતા મધુકરને સૂતેલો જોઈ વેવાણના ઘરે સુઈ ગયેલા મધુકરના માતા કલાબાઈએ ગત સવારે ૭ વાગ્યે તેના રૂમ પર જઈ ફરી અંદરથી બંધ દરવાજો ઠોકતાં તેણે દરવાજો ખોલ્યો નહોતો.

તે કોઈ હિલચાલ કરતો ન હોય કલાબાઈએ બૂમો પાડતા પાડોશીઓ એકત્ર થઈ ગયા હતા. પાડોશી યુવાન જીતુએ બારીમાંથી હાથ નાંખી કડી ખોલ્યા બાદ તેઓ અંદર ગયા તો મધુકર મૃત હાલતમાં ખાટલામાં હતો.

તેની જીભ મોઢામાંથી બહાર નીકળેલી હોય તેમજ તેના ગળાના ભાગે દોરી હોય કલાબાઈએ તેણે આત્મહત્યા કરી છે તેવી શંકા વ્યક્ત કરી હતી જોકે માતા અને પાડોસી લોકોએ ઘટર્નાનાઈ જાણકારી પોલીસને આપતા  બનાવની જાણ થતા ડિંડોલી પોલીસ બનાવ વળી જગ્યા પર દોડી આવીં જોકે પોલીસ ને આ યુવાનનો મૃતદેહ જોતા પહેલેથી શક હતો.

(9:47 pm IST)