ગુજરાત
News of Monday, 31st May 2021

જુનમાં લગ્નના ૧૧ મુહુર્તોઃ અષાઢમાં માત્ર એક જ (૧૩ જુલાઇ) મુહુર્ત

૧૪ જુલાઇથી ૪ માસ બ્રેકઃ લગ્નોત્સવની નવી મોસમ દિવાળી પછી ૧૬ નવેમ્બરથીઃ શાસ્ત્રી લલિતભાઇ ભટ્ટનું કથન

રાજકોટ તા. ૩૧ : એક તરફ કોરોનાનો ફફડાટ છે. બીજી તરફ લગ્નોત્સવ ઉજવાઇ રહ્યા છે. આજે મે મહિનામાં છેલ્લા દિવસે પણ લગ્નનું મુહુર્ત છે.આવતીકાલથીજુન મહિનો શરૂ થઇ રહ્યો છે. જુનમાં લગ્નના ૧૧ મુહૂર્તો છે. જુલાઇ માસમાં ૪ મુહુર્ત છે. અષાઢ મહિનામાં માત્ર એક જ મુહુર્ત છે. તે ૧૩ જુલાઇનું છે. બીજા દિવસથી ૪ મહીના લગ્નોત્સવમાં બ્રેક લાગશે.

શાસ્ત્રી શ્રી લલિતકુમાર એલ.ભટ્ટના જણાવ્યા મુજબ જુનમાં તા ર,૪,૬, ૧પ, ૧૬, ૧૯, ર૦, ર૧, ર૪,ર૬ અને ર૮ ના દિવસે લગ્નના મુહુતો છે. જુલાઇની તા.૧, ર, અને ૩ તથા ૧૩ના રોજ લગ્નનંુ મુહુર્ત છે. ત્યારપછી ચાતુર્માસ શરૂ થયા છે તે સમય ગાળામાં લગ્નના મુહુર્તો નથી દિવાળી , નવેમ્બરે છે લગ્નોત્સવની નવી મોસમ તા.૧૬ નવેમ્બરથી શરૂ થશે. તે કારતક સુધી ૧રનો દિવસ છે. નવેમ્બરમાં તા.ર૦, ર૧, ર૮ અને ૩૦ ના રોજ પણ લગ્નોત્સવ છે.

(4:51 pm IST)