ગુજરાત
News of Saturday, 31st July 2021

રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન

ઓનલાઇન પ્રસ્તુત કાર્યક્રમોમાં તા,1ના રોજ પંડિત અજય ચક્રવર્તીજી અને કવિતા કૃષ્ણમૂર્તિજી ,બીજીએ કૌશિકી ચક્રવર્તી,તા,3ના રોજ સુધાચંદ્રાનજી અને ગ્રેસીસીજી ,તા,4ના રોજ ગીતાબેન રબારી અને જીગ્નેશ કવિરાજ ,તા,5ના રોજ પંડિત વિશ્વ મોહન ભટ્ટ,તા,6ના રોજ સાઈરામ દવે, તા,7 હરિહરનજી તા,8મીએ અનુરાધા પંડવાલ અને ગાર્ગી વોરા તેમજ તા,9મીએ ભુખુદાનજી ગઢવી,બિરહૂ ગઢવીજી અને રિચા શર્માજી કલા પ્રસ્તુત કરશે

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા પાંચ વર્ષ દરમિયાન થયેલા વિવિધ કાર્યક્રમોની ઝલક રૂપ શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન  થયેલ છે જે દરરોજ રાત્રે 9 વાગ્યાથી લાઈવ માણી શકાશે

ઓનલાઇન પ્રસ્તુત કાર્યક્રમોમાં તા,1ના રોજ પંડિત ઓમકારનાથ ઠાકુર મહોત્સવ અંતર્ગત પંડિત અજય ચક્રવર્તીજી અને કવિતા કૃષ્ણમૂર્તિજી ,તા,2ના રોજ વસંતોત્સવ-2021 અંતર્ગત કૌશિકી ચક્રવર્તી,તા,3ના રોજ ઉતરાર્ધ મહોત્સવ 2020 અંતર્ગત સુધાચંદ્રાનજી અને ગ્રેસીસીજી ,તા,4ના રોજ વિરાસત મહોત્સવ 2019 અંતર્ગત ગીતાબેન રબારી અને જીગ્નેશ કવિરાજ ,તા,5ના રોજ તાનારીરી મહોત્સવ 2021 અંતર્ગત  પંડિત વિશ્વ મોહન ભટ્ટ,તા,6ના રોજ લોકડાયરો જેમાં સાઈરામ દવે, તા,7 વિરાસત મહોત્સવ 2019 અંતર્ગત હરિહરનજી તા,8મીએ તાનારીરી મહોત્સવ અંતર્ગત અનુરાધા પંડવાલ અને ગાર્ગી વોરા તેમજ તા,9મીએ રાણકી વાવ મહોત્સવ અંતર્ગત ભુખુદાનજી ગઢવી,બિરહૂ ગઢવીજી અને રિચા શર્માજી કલા પ્રસ્તુત કરશે

(8:42 pm IST)