ગુજરાત
News of Saturday, 31st July 2021

બિલ્ડરે લોન ન ભરતાં ૪૮ ફ્લેટ સીલ, રહિશોનો હોબાળો

સુરતના મોટા વરાછાના હેત્વી હાઈટ્સની ઘટના : ખાનગી બેંક દ્વારા કાર્યવાહી, એક વાર લોન લીધી હોવા છતાં બીજી વખત કઈ રીતે લોન અપાઈ એ પણ સવાલ

સુરત, તા.૩૧ : મોટા વરાછા હેત્વી હાઈટ્સમાં પ્રાઈવેટ બેંક દ્વારા સીલ મરાતા હોબાળો મચ્યો હતોહેતવી હાઈટ્સ માં ૪૮ જેટલા ફ્લેટો સીલ મરાતા રહીશોએ હોબાળો મચાવ્યો હતો. મોટા વરાછા હેતવી હાઈટ્સમાં પ્રાઈવેટ બેંક દ્વારા સીલ મરાતા હોબાળો મચ્યો હતો. અહી ૪૮ જેટલા ફ્લેટો સીલ મારી દેવામાં આવ્યા હતા. અહીના રહીશ દર્શનભાઈએ જાણાવ્યું હતું કે બિલ્ડર પાસેથી ફ્લેટ લીધો હતો. બિલ્ડરે અગાઉ લોન લીધી હતી. અને ફ્લેટ લીધા બાદ પણ લોન લીધી હતી. જો પહેલા લોન ચાલતી હતી તો ફરી વખત લોન કેવી રીતે મળી તે પણ એક સવાલ છે. ઋષિતાબેને જણાવ્યું હતું કે અમારા ઘરના દરવાજા તોડી નાખ્યા હતા. અમે વિનંતી કરી હતી કે અમે બંને બહેનો એકલી છીએ. તમે બીજા ફ્લેટનું કામ કરો ત્યાં અમારા માતા-પિતા આવી જાય ત્યારે તમે કાર્યવાહી કરજો પરંતુ અમારી એક સાંભળી હતી અને અમને ઘરમાંથી બહાર કાઢી મુક્યા હતા.

(8:44 pm IST)