ગુજરાત
News of Monday, 31st August 2020

સોશિયલ ડીસ્ટન્સના પાલન સાથે શિવજી શેરીયા ભાદરવી સંઘ વિરમગામ થી અંબાજી રવાના થયો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ: : કોરોનાની મહામારી ના સંદર્ભમાં  સરકાર શ્રી દ્વારા  ભાદરવી પૂનમ ના મેળા નું આયોજન બંધ, અંબાજી માતાના દર્શન અને મંદિર બંધ,  પગપાળા સંઘ બંધ, પરંતુ   ૪૫૧ વર્ષથી  વિરમગામ સેરેશ્વર મહાદેવ નો અખંડ દીવો ને ધજા નિશાન સાથે શિવજી શેરીયા ભાદરવી અંબાજી સંઘ વિરમગામની ૪૫૧ વર્ષની પરંપરા તૂટે નહીં એ સાચવવા માટે વિરમગામ થી સંઘવી કિરણભાઈ શિવપ્રસાદ દવે ધજા નિશાન અને જીતેન્દ્રભાઈ બળદેવભાઈ પંચોલી સેરેશ્વર મહાદેવ  અખંડ દીવા ની સાથે ફક્ત ૧૫ વરસુંધિયા ભાઈ બહેન( દર વર્ષે આશરે સરેરાશ 60 ની સંખ્યા હોય છે) પોતાની ૩  કાર  દ્વારા અખંડ ઘીનો દીવો તથા પરંપરાગત ભગવી ધજા નિશાન  લઇ અંબાજી શેરેશ્વર ભુવન ધર્મશાળા માં માતાજીની ધજા  નિશાન તથા અખંડ દીવા ની તા. ૨૯ -૮ -2020 ને શનિવારે પહોંચીને વિધિવિધાન સાથે સ્થાપના કરી રોકાણ કરેલ છે.  સંઘ માં આવેલ તમામ ભાઈ-બહેનો મોઢે માસ્ક  બાંધી,  તથા સોશિયલ ડીસ્ટન્સ ના પાલન સાથે શિવજી શેરીયા ભાદરવી  સંઘ અંબાજી  સેરેશ્વર ભુવન વિરમગામની  ધર્મશાળામાં  છ રાત્રી રોકાણ કરી આરાસુરી અંબા માતાજી  ગુણગાન ગઈ ભક્તિભાવપૂર્વક સ્તુતિ અને ગરબા ગાઈ  માતાજીની પ્રેમપૂર્વક ભક્તિ આરાધના કરશે તેમ કિરીટકુમાર એલ વ્યાસે જણાવ્યુ હતું.

(10:24 pm IST)