ગુજરાત
News of Monday, 31st August 2020

ગુજરાત કેડરના IAS આલોકકુમાર પાંડે 3 વર્ષનું ડેપ્યુટેશન પૂર્ણ કરી ફરશે પરત

યુપીના સહારનપુર જિલ્લાના કલેકટર અને ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા હતા

ઉત્તર પ્રદેશમાં આંતરરાજ્ય ડેપ્યુટેશન પર રહેલા ગુજરાત કેડરના IAS આલોકકુમાર પાંડે ત્રણ વર્ષ બાદ ફરી ગુજરાતમાં પરત આવી રહ્યા છે

બ્યુરોક્રસીમાં થતાં હોય છે ઇન્ટર સ્ટેટ ડેપ્યુટેશન જેમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અધિકારીઓને કામગીરી માટે મોકલાય છે

IAS આલોક કુમાર પાંડે ગુજરાત કેડરના અધિકારી છે. જેમને ગુજરાતમાંથી ઇન્ટર સ્ટેટ ડેપ્યુટેશન પર કામગીરી માટે ઉત્તર પ્રદેશમાં મોકલવામાં આવ્યા હતા. તેઓ ત્યાં સહારનપુર જિલ્લાના કલેકટર અને ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા હતા. આગામી સપ્તાહે તેઓ ગુજરાત સરકારને રિપોર્ટ કરશે.

(9:30 pm IST)