ગુજરાત
News of Monday, 31st August 2020

અમદાવાદ પાસે પર્યટક સ્થળ નળ સરોવર છલોછલ : પાણીની સપાટી 10 ફૂટે પહોંચી

મેઘરાજા મન મૂકીને વરસતા નવા નીરની આવક વધી

અમદાવાદ :  અમદાવાદ નજીક આવેલા પર્યટક સ્થળ નળ સરોવર માં નવા નીર આવતા છલોછલ ભરાઈ ગયું હતું. સરોવરમાં પાણી સપાટી 10 ફૂટે પહોંચી ગઈ હતી. જોકે હાલમાં કોરોના ની સ્થિતિ ને લઈ અહીં પર્યટકો ના પ્રવેશ ઉપર પ્રતિબંધ અમલમાં છે. સામાન્ય રીતે દર વર્ષે પાણીની સપાટી 7 ફૂટ સુધી હોય છે પરંતુ ચાલુ વર્ષે સારા વરસાદ ને કારણે અહીં સપાટી 10 ફૂટે પહોંચી છે

 .અહીં દેશ વિદેશ થી મોટી સંખ્યા માં પક્ષીઓ આવતા હોય છે જે જોવા મોટી સંખ્યા માં પ્રવાસીઓ આવે છે, રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં નદી-નાળા છલકાયાં છે. ગત સપ્તાહમાં ધોધમાર વરસાદે વિરામ લીધો હતો પરંતુ ફરીથી છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે,પરિણામે પાણી ની આવક વધી છે.

(10:54 am IST)