ગુજરાત
News of Monday, 31st August 2020

રાજયના ૩૩ જીલ્લાના ૨૫૦ તાલુકાઓમાં ૧ થી ૯ ઈંચ

ગુજરાતભરમાં ભાદરવો ભરપૂર : સરેરાશ સીઝનનો કુલ વરસાદ ૧૨૦% નોંધાયોઃ ઉકાઈ ડેમની જળસપાટી ૩૩૫.૩૦ ફૂટે પહોંચી, ડેમમાંથી ૧,૫૯,૪૮૩ કયુસેક પાણી છોડાઈ રહ્યુ છે : તાપી નદી બે કાંઠે વહી રહી છે, કોઝવે પણ ઓવરફલો

(જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા) વાપી, તા. ૩૧ : સામાન્ય રીતે ભાદરવા માસમાં તડકા પડતા હોય છે પરંતુ આ વર્ષે ગુજરાત ભરમાં ભાદરવા માસમાં મેઘરાજામાં મૂકીને વરસી રહ્યા છે.

જેને પગલે આજ સવાર સુધીમાં નોંધાયેલા વરસાદના આંકડા અનુસાર રાજયમા સીઝનનો કુલ સરેરાશ વરસાદ ૧૨૦% જેટલો નોંધાયો છે અને હજુ પણ આગામી ૪૮ કલાકની ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે.

જેને પગલે વહિવટી તંત્ર સાબદુ બન્યું છે તેમજ ૧૨ જેટલી એનડીઆરએફની ટીમ તૈનાત કરાયેલ છે. મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્ર મા પડી રહેલા ભારે વરસાદને પગલે ત્યાંના બંધોમાંથી મોટી માત્રામાં પાણી છોડતા અંહી આપણા જળાશયોની જળસપાટી વધતા રૂલ લેવલ સપાટી જાળવી રાખવા પાણી છોડતા અનેક વિસ્તારોમાં પાણી પાણી થઇ પડ્યું છે, તો કેટલાક વિસ્તારોમાંથી તો સ્થળાંતર કરવાની ફરજ પડી છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડતા અહીંના નીચાણવાળા વિસ્તાર ઉપરાંત ભરૂચ પંથક ના ગોલ્ડન બ્રિજ ની જળસપાટી વધતા અહીંના નીચાણ વાળા વિસ્તારમાં પણ ભારે હાલાકી ઊભી થવા પામી છે. આ ઉપરાંત ઉકાઈ ડેમમાંથી પણ મોટી માત્રામાં પાણી છોડતા તાપી ગાંડી તુર બની છે. આ ઉપરાંત મધુવન ડેમમાંથી પણ પાણી છોડતા જનજીવનને ભારે અસર થવા પામી છે.

ફ્લડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાક મા નોંધાયેલ વરસાદના મુખત્વ આંકડાને જોઈએ તો......

માલપુર ૫૦ મીમી, ભુજ અને અંકલેશ્વર ૪૯ મિમી, જેતપુરપાવી, વાંસદા અને કામરેજ ૪૮ મીમી, દાંતીવાડા, વાલિયા અને તિલકવાડા ૪૭ મિમી, માંડલ અને કરજણ ૪૪ મીમી, ભચાઉ, રાણપુર, મોડાસા, ધરમપુર,વાપીઅને બારડોલી ૪૨ મિમી, ધનસુરા , બોડેલીઅને ધારી ૪૧ મીમી, વિજયનગર અને માંડવી ૪૦ મિમી, રાપર, હિંમતનગર, અને વાલોડ ૩૯ મિમી તો સોજીત્રા અને નાંદોદ ૩૮ મીમી, નસવાડી અને સુરત સીટી ૩૭ મિમી, ઝઘડિયા અને નવસારી ૩૬ મીમી તેમજ સગબરા ૩૫ મિમી વરસાદ નોંધાયેલ છે.

પાલનપુર ભિલોડા, લીમખેડા અને બાયાડ ૩૪ મીમી, પારડી ૩૩ મિમી, નખત્રાણા ૩૨ મીમી, ધાનેરા, કડી , સુબીરઅને શેહરા ૩૧ મિમી, આમોદ ૩૦ મિમી, શંખેડાં ૨૯ મીમી, દાહોદ ૨૮ મિમી, તલોદ અને મૂળી ૨૭ મીમી અમદાવાદ સીટી, ડભોઇ, છોટાઉદપુર, બાલાસિનોર, ફતેપુરા, અને વ્યારા ૨૬ મીમી, ડોલવણ અને આહવા ૨૫ મિમી વરસાદ નોંધાયેલ છે.

આ ઉપરાંત રાજય ના ૮૪ તાલુકા મા ૧ મિમી થી ૨૪ મિમી સુધીનો હળવો વરસાદ નોંધાયેલ છે.

દાંતા ૧૮૭ મિમી, માંગરોળ ૧૪૯ મિમી, હાલોલ ૧૪૨ મિમી, વલસાડ ૧૪૦ મિમી, વડોદરા ૧૨૫ મિમી, ગાંધીધામ ૧૦૮ મિમી, ચીખલી અને ઉમરગામ ૧૦૬ મીમી, મોરવાહડફ ૧૦૦ મિમી, ખેરગામ ૯૯ મિમી, કપરાડા ૯૪ મિમી, પોસીના ૯૧ મિમી વરસાદ નોંધાયેલ છે.

આ ઉપરાંત પાદરા ૮૭ મીમી, લુણાવાડા ૮૬ મિમી, ગોધરા ૮૧ મીમી, કલોલ ૮૦ મિમી, જાંબઘોડા ૭૮ મીમી, અંજાર, ઇડર અને ખાનપુર ૭૭ મિમી સંતરામપુર અને ઉમરપાડા ૭૪ મીમી, કપડવંજ અને વીરપુર ૭૩ મિમી અમીરગઢ ૭૨ મિમી, કડાણા ૭૦ મીમી, વડાલી અને મહુવા ૬૮ મિમી, કલોલ ૬૬ મીમી, નેત્રંગ ૬૩ મિમી, ઘોઘંબા ૬૨ મીમી, બોરસદ ૬૦ મિમી, ગણદેવી ૫૯ મીમી, ખેડબ્રહ્મા ૫૮ મિમી, ડીસા ૫૫ મીમી, બેચરાજી, મેઘરજ, અને આંકલાવ ૫૪ મીમી, જંબુસર અને ઓલપાડ ૫૩ મિમી, સાવલી ૫૨ મિમી, સતલાસણા અને જલાલપોર ૫૧ મિમી વરસાદ નોંધાયેલ છે.

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની જસપાટીમાં આજે સવારે ૮ કલાકે ૩૩૫.૩૦ ફૂટે પહોંચી છે. ડેમમા ૧૯૧૨૬૬ કયુસેક પાણીના ઈન ફ્લો સામે ૧૫૯૪૮૩ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેને પગલે તાપી બે કાંઠે વહી રહી છે કોઝવે પણ સતત ઓવરફ્લો થઈ રહીયો છે.

આ લખાઈ રહ્યું છે ત્યારે એટલે કે સવારે ૧૦ કલાકે સૌરાષ્ટ તેમજ દક્ષિણ ગુજરાત પથકના કેટલાક વિસ્તારો માં વરસાદ નોંધાયેલ છે.

(11:44 am IST)