ગુજરાત
News of Monday, 31st August 2020

નાસાની સ્પર્ધામાં ખંભાતનો ભારદ્વાજ બીજા નંબરે

ચંદ્ર પર માનવ વસ્તીની ડીઝાઇન બનાવી

આણંદ, તા. ૩૧ : અમેરિકન અવકાશ એજન્સી નાસા ચંદ્ર પર માનવ વસ્તી અંગે રિસર્ચ કરી રહી છે. આ રિસર્ચ હેઠળ નાસા ર૦ર૪માં ચંદ્ર પર રોવરયાન મોકલવાની તૈયારીમાં છે. તેના દ્વારા ત્યાં માનવ વસ્તીને રહેવાની બધી શકયતાઓ બાબતે તપાસ કરવામાં આવશે. આ મિશન હેઠળ નાસાએ ગત દિવસોમાં આના માટેની ડીઝાઇન માટે વિશ્વસ્તરીય પ્રતિસ્પર્ધા લૂનાર રોવર પે-લોડનું આયોજન કર્યું હતું.

જેમાં આણંદ જીલ્લાના ખંભાતના યુવાન ભારદ્વાજ  શાસ્ત્રીએ બીજો નંબર મેળવીને દેશનું નામ રોશન કર્યું છે. નાસા તરફથી આયોજીત આ સ્પર્ધામાં ર૯ દેશોના ૧૩ર પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો. ભારદ્વાજે લૂનાર સરફેસ એનર્જેટીક ન્યુટ્રાલસ એનેલાઇઝર નામની ડીઝાઇન બનાવી જેને ચંદ્રની સપાટી પર મોકલી શકાય.

(2:46 pm IST)