ગુજરાત
News of Monday, 31st August 2020

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડબકા નજીક મહી ભાઠાના 40 લોકોને પોલીસે તંત્ર દ્વારા બચાવી લેવામાં આવ્યા

વડોદરા:જિલ્લાના પાદરા તાલુકાના ડબકા નજીકના મહી ભાઠા ના 40 લોકોને તાલુકા વહીવટી અને પોલીસ તંત્રે સંયુક્ત કામગીરી કરી બચાવી લઈ સલામત સ્થળે ખસેડાયા હતાં..તેમજ ડભોઇ તાલુકાનાચાંદોદ ખાતે એન. ડી.આર.એફ.ની ટીમે પાણીમાં ફસાઈ ગયેલા 2 વ્યક્તિઓને ઉગાર્યા હતા.

ડબકા પાસે મહી નદી વચ્ચે ભાઠા વિસ્તાર આવેલો છે જ્યાં માનવ વસવાટ છે.મહી નદીમાં છોડવામાં આવી રહેલા પાણીને અનુલક્ષીને તકેદારીના ભાગરૂપે મામલતદાર ની દોરવણી હેઠળ તાલુકા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રે સંયુક્ત કામગીરી હાથ ધરીને ડબકા ભાઠાના 40 નિવાસીઓ સલામત સ્થળે ખસેડી લીધાં છે.

(5:35 pm IST)