ગુજરાત
News of Monday, 31st August 2020

વડોદરા શહેરમાં વકીલ પત્નીની પર હાથ ઉપાડવો પતિને ભારે પડ્યો:પોલીસ ફરિયાદ દાખલ

વડોદરા: શહેરમાં પતિ સામે ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યા પછી સમાધાન થતા પતિના ઘરે પરત રહેવા આવેલી પત્નીને પતિએ માર માર્યો હતો.

માણેજા ક્રોસીંગ આગળ સંસ્કાર ટેનામેન્ટમાં રહેતા પ્રેમ મદનમોહન શ્રીવાસ્તવ માર્કેટીંગનું કામ કરે છે. તેમના લગ્ન વર્ષ ૨૦૦૬ માં સંધ્યા નામની વકીલ યુવતી સાથે થયા હતાં. લગ્નજીવન દરમિયાન સંતાનમાં એક પુત્ર છે. લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતા વર્ષ ૨૦૧૦ માં સંધ્યા પિયર ઝારખંડ જતી રહી હતી. અને ત્યાની સ્થાનિક કોર્ટમાં પતિ વિરૃધ્ધ શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ ૨૦૧૬ માં સમાધાન થતા સંધ્યાબેન પરત પતિના ઘરે રહેવા માટે આવ્યા હતા.

પતિના ઘરે રહેવા આવ્યા પછી પણ સંધ્યાબેને વર્ષ-૨૦૧૮ માં પતિ સામે કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ કરી હતી. જેના કારણે પતિ-પત્ની વચ્ચે અવાર-નવાર તકરાર થતી હતી. આજે સવારે પતિ-પત્ની વચ્ચે કચરો ફેંકવા બાબતે તકરાર થતા ઉશ્કેરાયેલા પતિએ પત્નીને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

(5:36 pm IST)