ગુજરાત
News of Monday, 31st August 2020

સુરતના જીયાવ-વડોદ રોડ નજીક મોપેડમાં ગાંજાની હેરાફેરી કરનાર શખ્સને પોલીસે 86 હજારના મુદામાલ સાથે ઝડપી પાડ્યો

સુરત: શહેરના જીયાવ-વડોદ રોડ સ્થિત વડોદ આવાસ ચાર રસ્તા પાસેથી મોપેડ પર હેરાફેરી થઇ રહેલા 6.982 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડી મોપેડ સહિત કુલ રૂા. 86,892 નો મુદ્દામાલ કબ્જે લઇ બે ને વોન્ટેડ જાહેર કર્યા છે.

બાતમીના આધારે પાંડેસરા પોલીસે જીયાવ-વડોદ રોડ સ્થિત વડોદ આવાસ પાસેથી મોપેડ નં. જીજે-5 એસયુ-2066 ને અટકાવી વ્હાઇટ કલરની થેલીમાં પેક કરી વહન થતો 6.982 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડયો હતો. 

પોલીસે મોપેડ ચાલક મહેશ્વર ઉર્ફે રીટુ પિતવાસ સ્વાંઇ (ઉ.વ. 22 રહે. 152, ગણેશનગર, છોટુભાઇની ચાલ, ભેસ્તાન) ની નાર્કોટીક્સ એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. જ્યારે ગાંજાનો જથ્થો મોકલાવનારા મિટ્ટુ સ્વાંઇ અને મંગાવનાર તોફાન વિજય રાઉતને વોન્ટેડ જાહેર કરી પોલીસે બંન્નેની શોધખોળ હાથ ધરી છે.

(5:37 pm IST)