સુરતના પાંડેસરામાં કંપનીમાં જુગાર રમતા 7 શકુનિઓને ઝડપી પોલીસે 58 હજારની રોકડ સાથે ઝડપી પાડ્યા
સુરત: શહેરના પાંડેસરાના આશાપુરી ઇન્ડસ્ટ્રીયલમાંથી 7 ને જુગાર રમતા ઝડપી પાડી મોબાઇલ અને રોકડ મળી કુલ રૂા. 58,500નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.
પાંડેસરાના આશાપુરી ઇન્ડસ્ટ્રીયલ વિભાગ 3 ના પ્લોટ નં. 53ની દુકાન નં. 5 ના ઓટલા પર જાહેરમાં જુગાર રમી રહ્યાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડયા હતા.
જ્યાંથી જુગાર રમતા આકાશ જીતેન્દ્ર પટેલ (રહે. સી 916, સુમન અમૃત આવાસ, અલથાણ), પાર્થકુમાર ગણેશ પટેલ (રહે. 135, સુંદરમ રો હાઉસ, પાંડેસરા), ભાવેશકુમાર વિષ્ણુ પટેલ (રહે. બી 502, શ્લોક આર્કેડ, મિલન પોઇન્ટ, પાંડેસરા), મીનેશ ભરત પટેલ (રહે. શુભા રેસીડન્સી,, હરીનગર-3, ઉધના), અનિલ રમેશ પટેલ (રહે. 228, દેવેન્દ્ર નગર, પાંડેસરા), જયેશ મહેશ પટેલ (રહે. 90, સર્વોદય નગર, પાંડેસરા) અને જીગર વિષ્ણુ પટેલ (રહે. 204, સર્વોદય નગર, પાંડેસરા) ને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી તેમની પાસેથી જુગારની રમતના અને અંગ જડતીની રોકડ ઉપરાંત 5 નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂા. 58,500નો મુદ્દામાલ પોલીસે કબ્જે લીધો હતો.