ગુજરાત
News of Monday, 31st August 2020

કલોલના સઇજ હાઇવે નજીક પોલીસે બાતમીના આધારે 71 હજારથી વધુના દારૂના જથ્થા સાથે કાર ચાલકને ઝડપી પાડયો

કલોલ: શહેરના સઇજ હાઇવે પાસેથી પલસાણાના કટ ઉપર કલોલ તાલુકા પોલીસે બાતમીને આધારે ૭૧ હજાર ઉપરાંતના વિદેશીદારૂના જથ્થા સાથે કાર ચાલકને ઝડપી લઇ ૨.૭૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જ્યારે કલોલ શહેર પોલીસે પણ હાઇવે રોડ પરથી રીક્ષાચાલકને વિદેશીદારૂની નવ બોટલ સાથે ઝડપી લઇ ૬૩ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લઇ કાર્યવાહી કરી હતી. તેમજ મોટી ભોયણ રોડ પર સાંતેજ પોલીસે વોચ ગોઠવી દેશીદારૂનો જથ્થો લઇને જતા એક્ટીવા ચાલકને ૩૫ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

સઇજમાં આવેલા પલસાણા તરફ જતા ગુરુકુળ કટ પાસેથી વિદેશીદારૂ ભરેલી સ્વીફ્ટ કાર નં.જી.જે.૦૧.આર.જી.૮૬૫૧ પસાર થવાની બાતમીને આધારે કલોલ તાલુકા પોલીસના પીએસઆઇ એમ.એચ.દેસાઇ અને પીએસઆઇ વાય.ડી.ગામીત તથા હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ, પ્રકાશભાઇ, મહેન્દ્રભાઇ તેમજ કોન્સ્ટેબલ નાગજીભાઇ, વિજયસિંહ, દિગ્વિજયસિંહ અને વિજયભાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી હતી અને કારની તલાશી લેતા તેમાંથી વિદેશીદારૂની ૧૬૮ નંગ નાની મોટી બોટલ તેમજ ૩૩૬ નંગ બિયર ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે કાર ચાલક લોકેશ માનાજી ડાંગી રહે.ડાંગીવાડા ઉદયપુરની ધરપકડ કરી હતી. આ વિદેશીદારૂનો જથ્થો તેને રાજસ્થાનના ભવરસિંહ નામના વ્યક્તિએ આપ્યો હતો અને તે આ જથ્થો અમદાવાદ ખાતે પહોંચાડવા જતો હોવાની કબૂલાત કરી હતી. આ કેસમાં પોલીસે ભવરસિંહને વોન્ટેડ બતાવી રૂપિયા ૭૧,૫૨૦નો વિદેશીદારૂ તથા એક મોબાઇલ અને કાર મળી કુલ રૂપિયા ૨,૭૬,૫૨૦ નો મુદ્દામાલ કબ્જે લઇ કાર્યવાહી કરી હતી. ત્યારે કલોલ શહેર પોલીસે પણ બાતમીને આધારે જનપથ હાઇવે રોડ પર વોચ ગોઠવી રીક્ષા નં.જી.જે.૧૮.એ.વાય.૮૭૭૮ ને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી વિદેશીદારૂની નવ બોટલ મળી આવી હતી. જેથી પોલીસે રીક્ષા ચાલક તૌફીક હુસેન નુર મહમદ શેખ રહે. અહેમદી પાર્કની ધરપકડ કરી વિદેશીદારૂ અને રીક્ષા મળી કુલ રૂપિયા ૬૩,૬૦૦નો મુદ્દામાલ કબ્જે લઇ કાર્યવાહી કરી હતી. તેમજ મોટી ભોયણ રોડ પરથી પણ એક એકટીવા ચાલક દેશીદારૂનો જથ્થો લઇ અમદાવાદ તરપ જતો હોવાની બાતમીને આધારે સાંતેજ પોલીસે વોચ ગોઠવી એક્ટીવા ચાલક ચેતન જી. ચંદુજી ઠાકોર રહે.નવા વાડજને પકડી પાડયો હતો. 

(5:38 pm IST)