ગુજરાત
News of Monday, 31st August 2020

વિસનગર પોલીસે બાતમીના આધારે ખાતરની નીચે સંતાડેલ વિદેશી દારૂનો 44 લાખનો મુદામાલ જપ્ત કર્યો:3 શખ્સોની ધરપકડ

વિસનગર:સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ પી.કે.પ્રજાપતિને બાતમી મળી હતી કે મહેસાણાથી ગામડાઓના અંદરના રસ્તેથી મોટા જથ્થામાં વિદેશી દારૃ ભરેલી આઇશર ટ્રક વિસનગર તરફ આવી રહી છે. પી.આઇ.પ્રજાપતિપી.એસ.આઇ.ડી.કે.ત્રિપાઠી સહિતના પોલીસ કાફલાએ કમાણા ચાર રસ્તા વોર્ચ ગોઠવી હતી. મોડી રાત્રે લાલ કરની આઇશર ટ્રક આવતા પોલીસે રોકી તપાસ કરતા ઉપર તાડપત્રી બાંધી હતી. તાડપત્રી ખોલતા ખાતરની થેલીઓ ભરી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાયું હતું. પાકી બાતમી મળી હોવાથી પોલીસે ખાતરની થેલીઓ ખસેડી તપાસ કરતાં આખી ટ્રકમાં વિદેશી દારૃની પેટીઓ ભરેલી જોઇ પોલીસ ચોકી ઉઠી હતી. આટલા મોટા જથ્થામાં વિદેશી દારૃ ક્યાં થઇ રહ્યો હતો. તે પોલીસ તંત્ર માટે તપાસનો વિષય છે. પોલીસે ૪૦૦ પેટીઓમાં ૪૮૦૦ નંગ બોટલ સાથે રૃ.૨૪,૦૦,૦૦૦નો વિદેશી દારૃ ૨૦,૦૦,૦૦૦ની કિંમતની આઇશર રૃપિયા ૧૬,૦૦૦ની કિંમતની ૧૬૦ખાતરની થેલીમોબાઇલ વગેરે મળી કુલ રૃપિયા ૪૪,૨૮,૪૦૦ ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ટ્રક સાથે ઝડપાયેલા બિશ્નોઇ સુભાષ જોરારામ ઉ.વ.૨૫ રહે.રૃડકલી  શિવરા કાવાસજોધપુર રાજસ્થાન તથા રાજપુત ગુભીરસિંહ ગુલાબસિંહ ધુળસિંહ ઉ.વ.૩૫ રહે.જાવદ તા.સરડાઉદેપુર રાજસ્થાનની ધડપકડ કરી હતી. ત્રણેય આરોપીઓના કોરોના ટેેસ્ટ બાદ વિદેશી દારૃની ડિલેવરી ક્યાં કરવાની હતી. તેની પુછપરછ કરવામાં આવશે. 

(5:40 pm IST)