Gujarati News

Gujarati News

રશિયાના સખા-યાકુત્યા પ્રજાસત્તાક રાજ્ય અને ગુજરાત વચ્ચે "ઇર્સ્ટન ઇકોનોમિક ફોરમ અંતર્ગત વર્ચ્યુઅલ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ" : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટીથી કોન્ફરન્સને કર્યુ પ્રેરક સંબોધન : આગામી વાયબ્રન્ટ સમિટમાં આવવાનું આમંત્રણ પાઠવ્યું : ગુજરાતના સર્વગ્રાહી વિકાસની પ્રભાવક ભૂમિકા પ્રસ્તુત કરી : ગુજરાત અને સખા-યાકુત્યા વચ્ચે* *ડાયમંડ-સિરામિકસ-ટિમ્બર-ફાર્માસ્યુટિકલ સેકટરમાં પરસ્પર સહભાગીતાની ઉત્સુકતા વ્યકત કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતે રશિયન ફાર ઇસ્ટ સાથેના પરસ્પર રિજીયોનલ કોલોબરેશનને વેગ આપવા ઘડેલા ‘એકટ ફાર ઇસ્ટ’માં સહભાગી થવાનું ગૌરવ ગુજરાતને પણ મળ્યું છે : ગુજરાત ભારતનું સૌથી વધુ ઝડપે વિકસી રહેલું અગ્રેસર રાજ્ય : રર૪ બિલીયન યુ.એસ.ડોલરના જી.ડી.પી સાથે ગુજરાત ભારતનું અગ્રણી ઔદ્યોગિક પ્રગતિશીલ રાજ્ય : રર બિલીયન યુ.એસ. ડોલર જેટલું FDI ર૦-ર૧ના વર્ષમાં ગુજરાતે મેળવી દેશભરમાં સૌથી વધુ FDI મેળવવાની સિદ્ધિ પ્રાપ્ત કરી : કેમિકલ્સ-પેટ્રોકેમિકલ-ફાર્માસ્યુટિકલ-ડેરી ઊદ્યોગ-દવાઓ-સિમેન્ટ-સિરામીકસ-જેમ જવેલરી સહિતના વિવિધ ક્ષેત્રોના ૮૦૦ થી વધુ વિશાળ-મોટા ઊદ્યોગો અને ૩૫ લાખથી વધુ મિલીયન MSME ગુજરાતમાં કાર્યરત access_time 2:50 pm IST

સમગ્ર દેશમાં ગુજરાતના જેલ તંત્ર દ્વારા અદભૂત કામગીરી બદલ પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો છેઃવિજયભાઈ રૂપાણી: મહાનુભાવોના કારાવાસથી માંડી જેલ ઉધોગ દ્વારા કેદીઓને આત્મનિર્ભર બનાવવા ચાલતી કાબિલેદાદ પ્રવૃતિઓ ડો. કે.એલ.એન.રાવ સંપાદિત પુસ્તક થકી લોકો જાણી વાહ, વાહ શબ્દ મોઢામાંથી સરી પડ્યા વગર નહી રહેઃ મુખ્યમંત્રી દ્વારા પ્રશંસાના પુષ્પો વેરાયા : જેલ પુસ્તક ભૂતકાળની ભવ્યતા સાથે હાઇટેક યુગમાં ગુજરાતની જેલમાં દેશભરમા ભાગ્યે જ થતી હોય તેવી અદભૂત કામગીરીનું વર્ણન જિજ્ઞાસુથી માંડી અભ્યાસુ સુધી ખૂબ ઉપયોગી બની રહેશેઃ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા : દેશભરમાં ગુજરાતના જેલ તંત્ર દ્વારા થયેલ કામગીરીની નોંધ લેવાઈ તેમાં અમારી સિદ્ધિમાં મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિત રાજ્ય સરકારના અદભૂત સહકારનો પણ સિંહ ફાળો છે, ગુજરાતના જેલ વડા ડો. કે. એલ.એન.રાવ. access_time 12:07 pm IST

તહેવારોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ૯૨,૧૬૪ - સાયન્સ સિટીમાં ૧૦,૯૯૬ - ગિરનાર રોપ વેમાં ૨૧,૧૨૩ અને શિવરાજપુર બીચમાં ૨૧,૩૬૪ પ્રવાસીઓ આવ્યા: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દિશાદર્શનમાં રાજ્યમાં વિકસીત થયેલા નવા મોસ્ટ પ્રિફર્ડ ટુરીસ્ટ ડેસ્ટીનેશન પ્રવાસીઓને આકર્ષવામાં સફળ : વિવિધ આધુનિક પ્રવાસન સહેલગાહ સ્થળોની વિશાળ સંખ્યામાં સહેલાણીઓ એ મુલાકાત લીધી : પ્રવાસન સ્થળો અત્યાધુનિક અને વિશ્વકક્ષાની સુવિધાથી સજ્જ બનાવાની રાજય સરકારની પ્રવાસન સુવિધાઓના વિકાસની પ્રતિબદ્ઘતાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાયન્સ સીટી, ગિરનાર રોપ-વે અને શિવરાજપુર બીચ દેશ-વિદેશમાં પ્રખ્યાત બન્યા.. access_time 12:03 pm IST

ગુજરાત ૧ર માં ડિફેન્સ એક્સપો-૨૦૨૨નું યજમાન રાજ્ય બનશે : કેવડીયામાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વરિષ્ઠ અધિકારીઓ સાથે ડિફેન્સ એક્સપો-ર૦રરની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજી : ડિફેન્સએક્સપો-૨૦૨૨ને સંપૂર્ણ સહયોગ અને સુવિધાઓ આપવાના એમ.ઓ.યુ સંરક્ષણ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડકશન અને ગુજરાત સરકાર વચ્ચે સંપન્ન થયા: વાયબ્રન્ટ સમિટના સફળ આયોજનથી બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ બનેલું ગુજરાત ડિફેન્સ એક્સપો-૨૦૨૨ના આયોજન દ્વારા ડિફેન્સ સેકટરમાં પણ નિવેશ મેળવનારૂં અગ્રીમ રાજ્ય બનશે : ડિફેન્સ એક્સપો-૨૦૨૨ ગુજરાતમાં યોજવા માટે પ્રધાનમંત્રીશ્રી-સંરક્ષણ મંત્રીશ્રીનો આભાર : ડિફેન્સ ઇક્વીપમેન્ટ પ્રોડકશન માટે જે ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ જોઇએ તે ગુજરાતમાં છે : ધોલેરા SIR ડિફેન્સ ઇક્વીપમેન્ટ પ્રોડકશન યુનિટસ માટેનું શ્રેષ્ઠ સ્થળ બનવાની સંપૂર્ણ સંભાવનાઓ ધરાવે છે : વિજયભાઇ રૂપાણી : ગુજરાતમાં ડિફેન્સ એક્સપો-૨૦૨૨ને જવલંત સફળતા મળશે : ‘‘મેઇક ઇન ઇન્ડીયા-મેઇક ફોર ધ વર્લ્ડ’’ની આપણી નેમ છે : બહુ જલ્દી ભારત ગ્લોબલ ડિફેન્સ મેન્યુફેકચરીંગ હબ બનશે તેવો વિશ્વાસ છે : ડિફેન્સ એક્સપો-૨૦૨૨માં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહભાગીતા વધારવાના તમામ પ્રયાસો કરાશે : ડિફેન્સ એક્સપો-૨૦૨૨માં ભાગ લેનારા દેશોની સંખ્યા ૧૦૦ સુધી લઇ જવાનો લક્ષાંક છે : કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ.. access_time 6:08 pm IST