Gujarati News

Gujarati News

કોરોના મહામારીમાં માત્ર નવતર જીવન શૈલી આવી છે તેવું નથી,નવતર પ્રકારના સમાચારો લોકોને જ્ઞાન સાથે ગમ્મત પૂરા પાડી રહ્યા છે: દારૂની મહેફિલ,દારૂના અડ્ડા,પર પોલીસ ત્રાટકી જેવા સમાચારો,કે બનાવટી નોટો પકડાઇ તેવા સમાચારો હોય કે આંદોલનકારી પર્ લાઠી ચાર્જ જેવા સમાચારોને સ્થાને હવે નવતર સમાચારો જ્ઞાન સાથે ગમ્મત પૂરા પાડી રહ્યા છે : મોટી સંખ્યામાં આરતી કરવા એકઠા થયેલ ભકતોને ઝડપી લેવાયા,પૂજારી નાસી છૂટે તે પહેલા સકંજામાં, લગ્નમાં નિયત સંખ્યા ભંગ કરનાર વરરાજા,ગોર મહારાજ, વેવાઈ,ફોટો ગ્રાફર સામે ગુન્હા દાખલ જેવા સમાચારો લોકો રસથી વાંચે છે. : હવે આંદોલનકારી પર લાઠીચાર્જ એવા સમાચારોમાં લોકોને નવીનતા નથી લાગતી, દુકાન પર ભીડ રોકવા આ પધ્ધતિના આરોપના સમાચાર રસ જગાવવા સાથે બનાવટી નોટો ને બદલે કરફ્યુ ના બનાવટી પાસ તૈયાર કરનારા ભેજા બાજો અંગેના સમાચારો અંગે લોકો એક બીજા સાથે રસપૂર્વક ચર્ચા કરે છે.. access_time 11:57 am IST