Gujarati News

Gujarati News

રાજયના ખેડૂતોના હિતમાં કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજીમાં નવતર પ્રયોગ હાથ ધરાશે : ચાલુ વર્ષે કુલ ૧.૪૦ લાખ એકરમાં પાક સંરક્ષણ રસાયણો,નેનો યુરીયા, પ્રવાહી-જૈવિક ખાતરના છંટકાવ માટે બે પદ્ધતિનો અમલ કરવાનો મહત્વનો નિર્ણય : સો ટકા રાજ્ય પુરસ્કૃત યોજનાનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે કાલે ૦૫મી ઓગસ્ટે ગાંધીનગર ના ઇસનપુર મોટા ગામેથી કરાશે : કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ: વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેક્નોલોજી-કૃષિ વિમાનના ઉપયોગ અંગેની નવી યોજના માટે કુલ રૂ.૩૫૦૦લાખની જોગવાઈ : નેનો યુરીયાના છંટકાવ માટે ખાસ ૨ થી ૩ ગામોના ૧૫૦૦ એકરના ક્લસ્ટર બનાવી ડ્રોન દ્વારા છંટકાવ : નવી યોજનાનો લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ પર ૨૮ જુલાઈ-૨૦૨૨થી એક માસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે : સહાયનું ધોરણ ખર્ચના ૯૦% અથવા વધુમાં વધુ રૂ.૫૦૦/- બે માંથી જે ઓછુ હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે :ખાતર-જંતુનાશક દવાઓના મહત્તમ ઉપયોગ થકી ખેડૂતોની આવકમાં ૪૦% વધારાની સાથે પર્યાવરણના પ્રદૂષણને નિયંત્રણમાં રાખી શકાય છે access_time 3:39 pm IST

સખાવતી હેતુસર તબદીલીમાં સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત મળશે : ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ વખતે દીકરીનાં સંતાનોને પણ સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત અપાશે : રિવાઈઝ્ડ એન.એ. સમયે પુનઃઅભિપ્રાયમાંથી મુક્તિ : ગુડ ગવર્નન્સની આ આગવી પહેલથી જનસામાન્ય માટે મહેસૂલી સેવાઓ વધુ સુલભ બનશે : ટ્રસ્ટને ફાળવેલી સરકારી જમીનના કિસ્સામાં નમૂના નં.૭માં સ્પષ્ટતા કરવાનો નિર્ણય: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના સામાન્ય માનવીઓના હિતમાં મહેસૂલી નિયમોમાં નીતિવિષયક સુધારા કર્યા : વહીવટી સુધારાત્મક અભિગમ સાથે મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણને પ્રાથમિકતા આપતા મુખ્યમંત્રી: સ્ટે-ઓર્ડર ન હોય તેવા પડતર દાવાની નોંધ નમૂના-૭માં ન કરવા તેમ જ લીસ પેન્ડેન્સીનું રજિસ્ટ્રેશન ન કરવાનો નિર્ણય : સિટી સર્વે રેકર્ડ-હક્કચોકસી-પ્રમોલગેશનમાં ક્ષતિ કે ભુલસુધારણાની સમયમર્યાદા તા. ૩૧ ડિસેમ્બર-ર૦ર૩ સુધી લંબાવવામાં આવી.. access_time 12:19 pm IST

રાજ્યમાં કૌટુંબિક સુરક્ષા સાથે સૌહાર્દભર્યુ વતાવરણ સર્જાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ: કાયદા મંત્રી : પારિવારીક સંબંધો સુદૃઢ બને અને કૌટુંબિક વિવાદો ટળે તે માટે રાજ્ય સરકારનો નવતર અભિગમ : કૌટુંબિક વિવાદોના નિવારણ અને સુલેહ માટે “ફેમિલી ફર્સ્ટ-સમજાવટનું સરનામુ” યોજના અમલી: જિલ્લા અને તાલુકા ક્ક્ષાએ સમિતિનું ગઠન કરાશે : રાજેન્દ્રભાઇ ત્રિવેદી: સમિતિના માત્ર બિનસરકારી સભ્યોને પ્રતિદિન રૂ.૧૫૦૦/- વધુમાં વધુ પ્રતિમાસ રૂ.૮૦૦૦/- માનદ વેતન મળવાપાત્ર રહેશે : સમિતિ સમક્ષ પક્ષકારે કરેલ રજુઆત ખાનગી રખાશે: આ કાર્યવાહીનો કોઇ ન્યાયિક કે અર્ધન્યાયિક કાર્યવાહીમાં પુરાવા કે અન્ય કોઇ રીતે ઉપયોગ થઇ શકશે નહી : આ સમિતિ કૌટુંબિક સલામતી અને સુખાકારીને અસર કરતાં બધા જ મુદ્દાઓની તપાસ બાદ નિર્ણય કરશે : જિલ્લા કક્ષાએ જિલ્લા કલેકટર કે રીસીડન્સીયલ એડીશનલ ક્લેકટર અને તાલુકા કક્ષાએ મામલતદારના અધ્યક્ષસ્થાને સાત સભ્યોની સમિતિનું ગઠન: સમિતિની બેઠકનું કોરમ ત્રણ હાજર સભ્યોથી બનશે .. access_time 1:15 pm IST