Gujarati News

Gujarati News

  • જેટલા ડ્રગ્સનો કેસ રીયા પર બન્યો છે એટલો ગાંજો દિલ્હીના રસ્તા પર મળે છે : પૂર્વ એસીપી : દિલ્હી પોલીસના નિવૃત્ત એસીપી વેદ ભૂષણ કહે છે કે રીયા વિરૂધ્ધ કેસ ઘણો નબળો અને હાસ્યાસ્પદ છે. જેટલા ડ્રગ્સનો કેસ રીયા પર બન્યો છે તેટલો ગાંજો દિલ્હીના રસ્તા પર રોજ મળે છે. રીયા પાસેથી ડ્રગ્સ મળી નથી તેથી આ કેસ ઘણો નબળો છે. તેમણે કહ્યું છે કે, દિલ્હીની અંદર તમે રસ્તા પર ચાલ્યા જતા હોય તો હું તમને અહીંથી બેઠા બેઠા કહી શકું કે કયાં ગાંજો મળે છે access_time 11:36 am IST

  • ગુજરાતમાં રાજકીય નેતાઓ ઉપર પણ કોરોના તૂટી પડયો : રાજયમાં ૨૦ ધારાસભ્‍યો, ૪ સંસદ સભ્‍યો, બે પ્રધાનો, એક ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી અને ૭૦ બીજા રાજકીય નેતાઓને અત્‍યાર સુધીમાં કોરોના પોઝિટિવ વળગી ચૂક્‍યો છે. (ન્‍યુઝફર્સ્‍ટ) access_time 6:03 pm IST

  • ડી.સી. જૈન (1991 ની બેચના આઈ.પી.એસ., રાજસ્થાન) સીબીઆઈમાં મુંબઇ યુનિટના ઝોનના વડાને બઢતી આપીને સીબીઆઈના એડિશનલ ડિરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. access_time 7:31 pm IST