Gujarati News

Gujarati News

અમદાવાદ શ્રી જગન્નાથજી મંદિર ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનો શુભારંભ માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સાથે પહિંદવિધી કરાવીને કર્યો હતો. ભગવાન જગન્નાથની રથયાત્રા એ લોકોત્સવ છે, જન-જનનો ઉત્સવ છે અને એ અર્થમાં આ યાત્રા સમાજના તમામ વર્ગોનો ઉત્સવ છે. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ નગરજનોને દર્શન આપવા નીકળે છે. રથયાત્રાનું પર્વ માત્ર અમદાવાદ જ નહીં પરંતુ આ માટે રાજ્ય સહિત દેશ આખા માટે વિશેષ મહત્વ ધરાવે છે ત્યારે આ રથયાત્રા ભાઈચારા અને એકતાનું પ્રતીક પુરવાર થઇ છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં લોકોની આસ્થા સાથે જોડાયેલુ આ પર્વ શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે રાજ્ય સરકારે વિશેષ આયોજન કરીને આ રથ યાત્રા યોજી છે. જેમા કોરોનાની માર્ગદર્શિકાનું પાલન થાય તેનું પણ ધ્યાન રાખ્યું છે.: access_time 9:57 am IST