Gujarati News

Gujarati News

દરિયા કિનારાના પ્રવાસન સ્થળો વિકસાવવા સહિત નાગરિકોની સુવિધા અર્થે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે રૂ. ૨,૪૪૦ કરોડના ખર્ચે કોસ્ટલ હાઇવે વિકસાવાશે: ઉભરાટ, તિથલ, ચોરવાડને સાંકળતો વ્યૂહાત્મક ૧૩૫ કિ.મી.નો કોસ્ટલ હાઇવે નવી લીંક સાથે બનશે:ખંભાત, કામતલાવ, આંબલી, પાટિયાની નવી લિંક :ભાવનગર સૌરાષ્ટ્રના ટ્રાફિકને આ લિંકને પરિણામે ૭૦થી ૮૦ કિલો મીટર અંતર ઘટશે :સ્ટેચ્યુ ઓફ યુનિટીથી શબરીધામને જોડતો ૨૧૮ કિ.મી.નો નવો કોરિડોર અંદાજે રૂ.૧,૬૭૦ કરોડના ખર્ચે વિકસાવાશે : સાપુતારા, માંડવી, કરજણનો નવો કોરિડોર તૈયાર કરાશે: નેશનલ હાઈવે-૮ ઉપર સુરત નજીક રૂ. ૨૭ કરોડના ખર્ચે ફ્લાયઓવર-સર્વિસ રોડ બનશે :રાજ્યમાં પરિવહનને વધુ વેગ આપવા ચાલુ વર્ષે કુલ ૧,૦૦૦ નવી આધુનિક બસો ખરીદવાનો નિર્ણય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો :પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી.. access_time 6:52 pm IST