Gujarati News

Gujarati News

મરીશુ ત્‍યાં સુધી લડીશુ, ભાજપ પાસે પ્રેશર ટેકનીકઃ ઈશુદાન ગઢવી: વિજય સુવાળા અને મહેશ સવાણીએ ‘આપ'ને છોડયુ તે તેમનો વ્‍યકિતગત નિર્ણયઃ બન્નેએ આમ આદમી પાર્ટી માટે ખૂબ જ મહેનત કરી'તી : અમને ગુજરાતની જનતા ઉપર પૂર્ણ વિશ્વાસઃ આગામી વિધાનસભાની ચૂંટણીમાં અમારા કાર્યકરો વિજેતા થઈને શપથ લેશેઃ કૌભાંડથી ધ્‍યાન ભટકાવવા અમારા નેતાઓને ફોડયાઃ અમે બમણા જોરથી લડીશુઃ ‘આપ'ના નેતાનો આક્રોશ : ઈશુદાનનો ધ્રુજારો- કહ્યું વિજયભાઈ અને સી.આર.પાટીલ વચ્‍ચે ગજગ્રાહ હતો એટલે વિજયભાઈને ઘરે બેસાડી દીધા, એવા અનેક નેતાઓને ઘરે બેસાડી દીધા છે :‘આપ' વીરોની પાર્ટી, ઘણા આવશે ને જશે પણ અમારી લડાઈ ચાલુ રહેશેઃ અમારી સરકાર હશે અને ભાજપ વિરોધ માટે આવશે તો અમે તેમની વાત સાંભળી ચા પણ પીવડાવીશુઃ મા મોગલના સોગંધ ખાઉં છું, મારા પ્રાણના સોગંધ ખાઉ છું કે મેં દારૂ નથી પીધો, છતાં તમે મને બદનામ કર્યોઃ મારૂ હૈયું ભરાઈ આવ્‍યું છે, ભાજપને ડર લાગ્‍યો છે અને તેના કારણે અમને બદનામ કરે છે : ઈસુદાને કહ્યું કે ભાજપ અને પાટીલ ભાઉની સરકારે અમને જેલમાં પૂર્યા છેઃ મને દારૂના કેસમાં ફસાવવાની કોશિશ કરવામાં આવીઃ ૧૨ દિવસ પછી રિપોર્ટ આપવામાં આવે છે access_time 3:32 pm IST