Gujarati News

Gujarati News

રાજ્યમાં ડરામણી પકડતો કોરોના : છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 142 કેસ સહીત 20 જિલ્લામાં નવા 262 પોઝિટિવ કેસ :અમદાવાદમાં એક મૃત્યુ : અમદાવાદ કોર્પોરેશનમાં 142 કેસ, મોરબીમાં 18 કેસ,સુરત કોર્પોરેશનમાં 16 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 15 કેસ, વડોદરામાં 10 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 9 કેસ,અમરેલી અને રાજકોટમાં 7 -7 કેસ, મહેસાણામાં 5 કેસ, સુરતમાં 4 કેસ, આણંદ ,ભરૂચ, ગાંધીનગર અને ગાંધીનગર કોર્પોરેશનમાં 3-3 કેસ,બનાસકાંઠા,કચ્છ, નવસારીમાં 2-2 કેસ, અમદાવાદ, અરવલ્લી, ભાવનગર, જામનગર કોર્પોરેશન ,જૂનાગઢ કોર્પોરેશન,ખેડા, પાટણ પોરબંદર, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો :એક્ટિવ કેસ વધીને 1079 થયા: શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર જુઓ સૂચિ access_time 7:11 pm IST

શહીદ દિને અમદાવાદ - મેઘાણીનગર સ્‍થિત મેઘાણી - પ્રતિમા ખાતે ‘શહીદ વંદના' સ્‍મરણાંજલિ કાર્યક્રમ: અમદાવાદ - અસારવાના ધારાસભ્‍ય દર્શનાબેન વાઘેલા, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર કિરીટકુમાર પરમાર, ડેપ્‍યુટી મેયર ગીતાબેન પટેલ, સ્‍ટેન્‍ડીંગ કમિટિના ચેરમેન હિતેશભાઇ બારોટ, શાસક પક્ષના નેતા ભાસ્‍કરભાઇ ભટ્ટ તથા રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીની વિશેષ ઉપસ્‍થિતિ : ખ્‍યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ સાથે રાધાબેન વ્‍યાસ અને ગંગારામ વાઘેલાએ મેઘાણી-ગીતો થકી ‘સ્‍વરાંજલિ' અર્પણ કરી : ગુજરાતના મુખ્‍ય મંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે લાગણીસભર શુભેચ્‍છા-સંદેશ પાઠવ્‍યો હતો નવી પેઢી આપણી આઝાદીની લડતમાં નામી-અનામી શહીદ-વીરોએ આપેલ આહુતિથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્ર-ભાવનાનું સંસ્‍કાર-સિંચન થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન તથા સમસ્‍ત વાલ્‍મીકિ સમાજ દ્વારા સતત ૧૦મા વર્ષે પ્રેરક આયોજન access_time 3:47 pm IST