Gujarati News

Gujarati News

રાજ્યના વિદ્યાર્થીઓને વર્લ્ડક્લાસ એજ્યુકેશન આપી ગુજરાતને એજ્યુકેશનલ હબ બનાવવા રાજ્યના કુલ બજેટના સૌથી વધુ ૧૪.૪૧ ટકા જેટલી રૂ. ૩ર,૭૧૯ કરોડની રકમ શિક્ષણ વિભાગના બજેટને ફાળવી છે :શિક્ષણમંત્રી: વિધાનસભામાં શિક્ષણવિભાગની બજેટ માંગણીઓ સંદર્ભની ચર્ચામાં સહભાગી થતા -ભૂપેન્દ્રસિંહ ચુડાસમા: ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી શાળાઓમાં વર્લ્ડક્લાસ એજ્યુકેશન આપવા આગામી ૬ વર્ષમાં ૧૫,૦૦૦ સરકારી પ્રાથમિક, માધ્યમિક શાળાઓ-ગ્રાન્ટેન્ડ માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ‘મિશન સ્કુલ ઑફ એક્સલન્સ’ પ્રોજેક્ટ હાથ ધરાશે: વર્લ્ડ બેન્ક, એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) તેમજ એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) પાસેથી કુલ રૂ. ૬૩૭૫ કરોડનું ભંડોળ મેળવવામાં આવશે : ઐતિહાસિક મહત્વ અને વિશષ્ટ પ્રકારના હેરિટેજ સ્થાપત્ય ધરાવતી પ્રાચીન શાળાઓના નવિનીકરણ માટે ‘હેરિટેજ સ્કુલ્સ રીનોવેશન પ્રોગ્રામ’ માટે ૨૫ કરોડ રૂપિયાની જોગવાઈ : શાળાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વૃધ્ધિ અને સ્માર્ટ ક્લાસિસની વ્યવસ્થાઓથી બે દાયકામાં ડ્રોપ આઉટ રેશિયો ૧૮.૭૯ ટકાથી ઘટાડી ૩.૩૯ ટકા જેટલો નીચો લાવી દીધો છે access_time 7:50 pm IST

સરકાર અને પ્રજા વચ્ચે સાચા અર્થમાં સેતુની ભૂમિકા અદા કરી રહ્યું છે,રાજ્યનો માહિતી વિભાગ : મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા: સરકારના વિવિધ લોકહિતલક્ષી કાર્યો-નિર્ણયો તથા મહત્વપૂર્ણ માહિતીઓ ગણતરીની મિનિટોમાં પત્રકાર મિત્રો સુધી પહોંચાડી મીડિયાના માધ્યમ થકી જન જન સુધી પહોંચાડવાની કામગીરીમાં માહિતી વિભાગનો સિંહ ફાળો છે:વૈશ્વિક મહામારીના સમયમાં રાજ્ય સરકાર દ્વારા માનવીય જીવન બચાવવાના જે પ્રયાસો થયા તેની સચોટ વિગતો સમયસર નાગરિકો સુધી પહોંચાડવા માહિતી વિભાગે અદભૂત કામગીરી કરી છે:ટેકનોલોજીના યુગમાં માહિતી વિભાગે પણ સમય સાથે કદમ મિલાવીને અત્યાધુનિક ટેકનોલોજીની મદદ થકી સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ કર્યો છે] access_time 7:50 pm IST

નાગરિકોને સસ્તો, ઝડપી અને ઘર આંગણે ન્યાય મળે તે માટે સરકાર કટીબધ્ધ: કાયદા રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા: ન્યાય વ્યવસ્થાના ઉત્તમ સંચાલન માટે માળખાગત સવલતો પૂરી પાડવા નક્કર આયોજન: ઇજ ઓફ જસ્ટીસ દ્વારા ઇઝ ઓફ ડુઇંગ થકી ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જવાનો નિર્ધાર:કાયદાનું સુશાસન સુરાજ્યનો આધાર : કાયદાના સુશાસન થકી જ ગુજરાતને દિવ્ય ગુજરાત બનાવાશે: જરૂરિયાત મંદ લોકોને ત્વરીત ન્યાય આપવા લિગલ સર્વીસ ઓથોરીટી દ્વારા સમયબદ્ધ આયોજન: કોરોના કાળમાં પણ અદાલતો દ્વારા વિડીયો કોન્ફરન્સની મદદથી ૧.૮૬ લાખથી વધુ કેસોનો નિકાલ કરવામાં આવ્યો : ૪૮૪ નવી જગ્યાઓ ભરવામાં આવશે: કાયદા વિભાગની રૂા. ૧,૬૯૮ કરોડની અંદાજપત્રીય માંગણીઓ મંજૂર.. access_time 8:00 pm IST