Gujarati News

Gujarati News

લાંચમાં પકડાયેલા પોલીસમેને પુરાવાનો કરવા ચલણી નોટો મોઢામાં નાખી ચાવી ગયો, એસીબીએ આરોપીની લાળનો ડીએનએ કરાવી મજબુત પુરાવો મેળવ્યો: ગુજરાત એસીબી ઇતિહાસનો અજોડ કિસ્સો : રાજયભરમાં ચર્ચાસ્પદ બનવા સાથે 'લાંિંચયા'ઓમાં ભયનું લખલખુ પ્રસરાવી દીધું છે : ભુજના વાયોર પોલીસ મથકના મયુરસિંહ સોઢાને એસીબી ટ્રેપની ગંધ આવી જતા અનોખો કીમીયો અજમાવેલઃ એસીબીએ મહામુસીબતે મ્હોંમાંથી કઢાવેલી નોટોનો અદ્રશ્ય પાવડર નાશ પામતા સીબીઆઇનું બેક ગ્રાઉન્ડ ધરાવતા કેશવકુમાર સાથે ચર્ચા બાદ મહત્વનું કદમ ઉઠાવનાર મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહીલ અકિલા સમક્ષ વર્ણવે છે અભુતપુર્વ પ્રયોગની રસપ્રદ કથા.. access_time 12:56 pm IST

  • અભૂતપૂર્વ ઘટના!! : ઉત્તર કોરીયાના તાનાશાહ કીમ જોંગ-ઉને દક્ષિણ કોરીયાની માફી માગી :દક્ષિણ કોરીયાના ઓફીસરની હત્યા કરવા માટે એક અભૂતપૂર્વ ઘટનામાં ઉત્તર કોરીયાના સરમુખત્યાર કીમ જોંગ-ઉને દક્ષિણ કોરીયાની માફી માગી હોવાનું દક્ષિણ કોરીયાના રાષ્ટ્રપતિની ઓફીસે જાહેર કર્યું છે. દ. કોરીયાએ કહેલ કે ૪૭ વર્ષનો વ્યકિત ઉત્તર કોરીયા જવા માગતો હતો ત્યારે તેને ફુંકી મારવામાં આવેલ. ઉત્તર કોરીયાએ પોતાના રાષ્ટ્રમાં કોરોના આવતો અટકાવવા માટે 'શુટ ટુ કીલ'ની નીતી અપનાવી છે. દ.કોરીયાના રાષ્ટ્રપતિ મુનને પત્ર પાઠવી કીમ-જોંગ ઉને માફી માગી લખ્યુ છે કે આવુ બનવુ જોઇતુ ન હતુ. ઉ-કોરીયાએ વિગતો જાહેર કરતા લખ્યુ છે કે આ વ્યકિત ઉપર ૧૦ શોટફાયર કરાયેલા. access_time 2:32 pm IST

  • જંકશન-૧પ માં સતત ૩ દિ' થયા પાણીનાં ધાંધીયા : વોર્ડ નં. ૩ નાં જંકશન પ્લોટ શેરી નં. ૧પ માં સતત ત્રણ દિ' થયા પાણી અત્યંત ઓછુ આવતાં લતાવાસીઓમાં જબરો દેકારોઃ વાલ્વ બદલાવ્યો છતાં પાણી નહી આવતાં ઉગ્ર રજૂઆતો access_time 3:36 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે આજે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધુ :કુલ કેસનો આંક 59 લાખને પાર પહોંચ્યો : રાત્રે 12-30 વાગ્યા સુધીમાં દેશમાં 85,465 નવા કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 59,01.571 થઇ : 9,61,159 એક્ટીવ કેસ : વધુ 93,166 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 48,46,168 રિકવર થયા : વધુ 1093 લોકોના મોત સાથે મૃત્યુઆંક 93,410 થયો access_time 12:51 am IST