Gujarati News

Gujarati News

ગાંધીનગર શહેરના સેક્ટર-૧૭ ખાતે તૈયાર થઇ રહેલા નવા અધ્યતન એમ.એલ.એ. ક્વાટર્સની સદસ્ય નિવાસ સમિતિએ સ્થળ મુલાકાત લઇ સમિક્ષા બેઠક યોજી : આગામી બજેટ સત્ર દરમ્યાન આ નવા સદસ્ય નિવાસનું ભૂમિપૂજન કરવામાં આવશે : માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઈ મોદી : ૨૮ હજાર ચોરસ મીટરની વિશાળ જગ્યામાં તૈયાર થનાર સદસ્ય નિવાસમાં મકાનના બિલ્ટઅપ એરિયા વધારવાની સદસ્ય નિવાસ સમિતિની માંગણી મંત્રી શ્રી પૂર્ણેશ મોદીએ આપી સૈધ્ધાતિક મંજુરી: અંદાજીત રૂ.૧૪૦ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા નવા એમ.એલ.એ. ક્વાટર્સમાં અધ્યતન સુવિધાઓથી સજ્જ ૯ માળના કુલ ૧૨ ટાવર બનશે : ચાર બેડરૂમ સહિત ૯ રૂમ બનાવવાનુ આયોજન: રીડીંગ રૂમ, હોલ, કિચન, ડાઇનિંગ રૂમ, ડ્રાઈવર રૂમ સહિતની અન્ય સુવિધાસભર રૂમ બનશે : બે લેન્ડ સ્કેપ ગાર્ડન, એક ઓડિટોરિયમ, કોમ્યુનિટી હોલ, પ્લે એરિયા, હેલ્થ ક્લબ, કેન્ટીન સહિતની સુવિધાઓ ઉપરાંત દરેક બિલ્ડીંગમાં બે લિફ્ટની સુવિધા ઉપ્લબ્ધ કરાવાશે.. access_time 3:25 pm IST

રાજકોટ સ્થિત ઉત્કર્ષ ઇસ્પાત LLP ના ભાગીદાર નીરજ જયદેવ આર્ય તેમજ હિમાંશુ ચોમલ ની આગોતરા જમીન અરજી અમદાવાદ સેશન્સ કોર્ટે ફગાવી દેતા સ્ટેટ GST વિભાગે જયદેવ આર્ય વિરુધ્ધ લુક આઉટ સરર્ક્યુલર (નોટિસ) ઇસ્યુ કરાઈ: જયદેવ આર્ય અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થાય પહેલા જ ફરાર થઇ ગયેલ ફરાર જયદેવ આર્ય આજે નડીયાદની હોસ્પિટલ માં દાખલ થતા પોલીસ દોડી ગયા હવે નિવેદન લેવાની કાર્યવાહી થશે : GST વિભાગે નીરજ આર્યની મિલકતની ૭ રેસિડેન્સી પેરોલ પર કામ ચલાઉ ટાંચે મૂકી : અત્યાર સુધીમાં કંપની દ્વારા રૂ.૩૧.૦૯ કરોડની કરચોરી કરી હોવાનું રેકોર્ડ પર આવેલ છે : કંપનીના ઇન હાઉસ કન્સલટન ચાર્ટડ એકાઉન્ટ ચંદ્રેશ ચોમલની રહેઠાણ ના દસ્તાવેજોની તાપસ પણ GST વિભાગ કરી રહી છે... access_time 9:32 pm IST