Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

દક્ષિણ પેસિફિકમાં આવેલ આ ટાપુ પર કરવામાં આવે છે અનોખી રીતે નવા વર્ષની ઉજવણી

નવી દિલ્હી  : દુનિયામાં નવા વર્ષનું સૌ પ્રથમ આગમન દક્ષિણ પેસિફિકમાં આવેલા સમોઆ (એપિઆ) તરીકે ઓળખાતા ટાપુ પર થાય છે. ટાઇમઝોન મુજબ ૩૧ મી તારીખ પછી રાત્રીના ૧૨ વાગે નવા વર્ષની ઉજવણી થાય છે. જે મુજબ આ ટાપુ પર સૌથી પહેલું ન્યુઅર બેસે છે. આ પ્રદેશ ન્યુ અર ઉજવતો હોય ત્યારે ન્યુયોર્કમાં સવારના ૫ લંડનમાં સવારના ૧૦ વાગેલા હોય છે. આથી નવા વર્ષને વધાવવાને ઘણી વાર હોય છે. સમોઆ બાદ નવા વર્ષની ઉજવણી ન્યુઝીલેન્ડના ચેટનામ ટાપુ પર શરૃ થાય છે. પાટનગર વેલિગ્ટનમાં નવા વર્ષનો મોટો મહિમા છે. થોડાક સમય પછી ટોકેલુઆ, ફિજી, ટોન્ગા,એર્ન્ટાટિકા,સાઉથ પોલ.સ્કોટ સ્ટેશન, કિરીબાતી અને ક્રોનિકસ આઇલેન્ડમાં નવા વર્ષનું આગમન થાય છે.

         2 લાખની વસ્તી ધરાવતો સમોઆ એપિયા ટાપુ એશિયા પેસિફિક વિસ્તાર સાથે વેપાર અને સાંસ્કૃતિક તથા રાજકિય સંબંધોથી જોડાયેલો છે અને તે એશિયા પેસિફિક ટાઇમઝોનને ફોલો કરે છે જયારે સમોઆ પેગો પેગો ટાપું અમેરિકા સાથે સાંસ્કૃતિક વેપારી અને રાજકિય સંબંધોથી જોડાયેલો છે. તેમજ તે અમેરિકાના નિયંત્રણમાં હોવાથી અમેરિકાના ટાઇમઝોનને અનુસરીને દુનિયામાં નવા વર્ષની સૌથી છેલ્લે ઉજવણી કરે છે. આમ ટાઇમ ઝોન બદલાવાથી સમોઆ ટાપુ પર બે ન્યૂઅર ઉજવાય છે.

(4:49 pm IST)