Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

કેનેડાના નોવા સ્કોટિયાનો અનોખો કિસ્સો:82 વર્ષ પછી લાઇબ્રેરીમાંથી લીધેલ પુસ્તક પરત કરવામાં આવ્યું

નવી દિલ્હી: કેનેડાના નોવા સ્કોટીયામાં આવેલા સીડની વિસ્તારની કેપ બ્રેટન પબ્લિક લાઈબ્રેરીનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. લગભગ ૮૨ વર્ષ પહેલા વાંચવા માટે લેવાયેલું પુસ્તક પાછું આપવા જયારે એક યુવાન પહોંચ્યો ત્યાં પુસ્તકાલયમાં હાજર લોકો વચ્ચે આશ્ચર્યની લાગણી ફેલાઈ ગઈ હતી.

            ૧૯૩૯ માં હ્યુજ લોફટિંગ દ્વારા લખાયેલ પુસ્તક 'ડોક્ટર ડુલિટલ' ને વાંચવા માટે લાઈબ્રેરીમાંથી લઈ જવામાં આવ્યું હતું અને ફરી ક્યારેક પુસ્તકને જમા કરાવવામાં આવ્યું નહોતું. ૮૨ વર્ષ બાદ જોર્ડન નામના યુવકને ઘરમાં સફાઈ દરમિયાન પુસ્તકોના ઢગલા વચ્ચેથી પુસ્તક મળી આવ્યું હતું. તેણે પુસ્તક ખોલતા તેમાંથી લાઈબ્રેરી કાર્ડ મળી આવ્યું હતું.

(5:01 pm IST)