Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

અમેરિકાના સીએટલમાં વેક્સિનનો સંગ્રહ કરતું ફ્રીઝ બગડી જતા લોકો વેક્સીન લેવા હોસ્પિટલમાં ઉમટી પડ્યા

નવી દિલ્હી: અમેરિકાના સીએટલમાં વેક્સિનનો સંગ્રહ કરતું ફ્રીઝર બગડતા અડધી રાત્રે લોકો વેક્સિન લેવા હોસ્પિટલમાં દોડયા હતા. 12 કલાકમાં વેક્સિનના ડોઝ કોઇને નહીં આપવામાં આવે તો તે બગડી જશે તેવી જાણ થતાં સ્થાનિક તંત્ર દ્વારા એક કલાકમાં આયોજન કરવામાં આવ્યું હતું અને આસપાસ રહેતાં લોકોને મેસેજ મોકલવામાં આવ્યો હતો કે તેઓ એક તાત્કાલિક હાજર થાય તો વેક્સિન મળી શકે તેમ છે, દુર્લભ ઓફરનો લાભ લેવા લોકોને અપીલ કરી હતી. જેના કારણે લોકો તમામ કામ અને ઉંઘ પડતી મૂકી હોસ્પિટલે દોડયા હતા.

          સીએટલમાં કૈઝર પરમાનેન્ટેસ હોસ્પિટલના ફ્રીઝરમાં રહેલી 1600 વેક્સિનના ફ્રીઝરમાં ખરાબી સર્જાતા હોસ્પિટલ સ્ટાફે મદદ માટે સ્વીડીશ મેડિકલ સેન્ટર અને યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનનના નિષ્ણાતોનો સંપર્ક કર્યો હતો. ઘટના 28મી જાન્યુઆરીની રાત્રએ નવ વાગ્યે બહાર આવી હતી અને જો 12 કલાકની અંદર વેક્સિનના ડોઝ માનવશરીરમાં ઉતારવામાં આવે તો જથ્થો વ્યર્થ જાય તેમ હતો. તેથી સાડા નવ વાગ્યા સુધીમાં વેક્સિનના ઇમજરન્સી ડિસ્ટ્રીબ્યુશન માટેનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું.

(5:02 pm IST)