Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

આફ્રિકાના દેશોમાં એક ખાણમાંથી 378 કેરેટનો ટોપ વ્હાઇટ ડાયમંડ શોધવામાં આવ્યો

નવી દિલ્હી: આફ્રિકા ખંડ હિરા, સોનું અને ચાંદીની ખાણો માટે વિશ્વ વિખ્યાત છે, આફ્રિકાનાં દેશોમાંથી અતિમુલ્યવાન હીરા મળી આવ્યા છે, જેમ કે તાજેતરમાં કેનેડાની એક જાણીતી માઇનિંગ લુકારા ડાયમન્ડ કંપનીએ બોત્સવાના દેશની એક ખાણમાંથી 378 કેરેટનો ટોપ વ્હાઇટ ડાયમન્ડ શોધી કાઢ્યો છે.

હિરો 15મી જાન્યુઆરીએ શોધી કાઢ્યો હતો, દેશનાં સાઉઝ લોબે વિસ્તારની કારોવે ખાણમાંથી મળેલા 200 કેરેટથી ઉપરનો 55મો હીરો છે, કંપનીએ અહીં હીરા શોધવાનું કામ 2012માં શરૂ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે એક મહિના પહેલા જ 300 કેરેટનો એક હીરો ખાણમાંથી મળ્યો હતો, 378 કેરેટનો અસામાન્ય હીરો ઉચ્ચ શ્રેણીનાં ચમકદાર અત્યાધીક કિંમતવાળા રત્નોની કેટેગરીમાં આવે છે.હીરાનાં જાણકારોએ બજારમાં આ 378 કેરેટનાં ટોપ વ્હાઇટ ડાયમંડની કિંમત 110 કરોડ રૂપિયાથી વધુ બતાવી છે, એવું માનવામાં આવી રહ્યું છે કે નિલામીમાં હીરાની કિંમત આનાથી પણ વધી શકે છે. કારોવે ખાણ શ્રેષ્ઠ હીરા મળી આવવા માટે જગવિખ્યાત છે.

(5:03 pm IST)