Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

જસ્ટ ૧.૮ કિલોનાં ઉંદરના કદનાં હરણ

ટ્રેગ્યુલસ જવાનિકસ જાતિના ઉંદરના કદનાં હરણનું વજન ફકત ૧.૮ કિલો હોય છે

સ્પેન, તા.૧: માણસે બોન્સાઈ વૃક્ષો બનાવવાના પ્રયોગ કર્યા છે ત્યારે કુદરતના પ્રયોગોમાં સામાન્ય રીતે મોટા કદનાં પ્રાણીઓની ટચૂકડી આવૃત્તિઓ પણ રચાઈ છે. વાદ્ય કે સિંહ જેવા દેખાતા અને ઉંદર કે સસલા જેવા દેખાતા એવા કદ સુધી કૂતરાના અનેક પ્રકાર છે. બિલાડીના કદના વાંદરાની જાતિ હોય છે એ રીતે ઉંદરના કદનાં હરણ પણ હોય છે. ટ્રેગ્યુલસ જવાનિકસ જાતિના ઉંદરના કદનાં હરણનું વજન ફકત ૧.૮ કિલો હોય છે. મૂળ અગ્નિ એશિયાના વિષુવવૃત્ત્િ।ય જંગલોના જીવ ગણાતાં 'જાવા-માઉસ' નામે પણ ઓળખાતાં આ પ્રકારનાં હરણ યુરોપમાં પણ હોય છે. વન્ય જીવોના નિષ્ણાતોએ જણાવ્યા મુજબ યુરોપમાં એ પ્રકારનાં ૪૩ હરણ હયાત હોવાનું સત્ત્।ાવાર ગણતરીમાં નોંધાયું છે. હાલમાં સોશ્યલ મીડિયા પર સ્પેનના મલાગા પ્રાંતના બાયોપાર્ક ફ્યુએન્ગિઓલા પ્રાણીસંગ્રહાલયમાં છે.

(10:16 am IST)