Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

ઇન્ટરનેશનલ યુનિયન ફોર કંઝર્વેશનના જણાવ્યા અનુસાર વિશ્વમાં દર ચોથા સમુદ્રી જીવની પ્રજાતિઓ વિલુપ્ત થવાના આરે

નવી દિલ્હી: સમુદ્રમાં માણસ અને વિશાળ કદની આક્રમક શાર્ક વચ્ચેના સંઘર્ષ પર હોલીવુડમાં ફિલ્મો બની છે. શાર્ક માછલીના વધતા જતા શિકારના પગલે ૧૯૭૦ પછી શાર્ક માછલીમાં ૭૧.ટકા ઘટાડો થયો છે. ઇન્ટરનેશનલ યૂનિયન ફોર કંઝર્વેશન ઓફ નેચરના જણાવ્યા મુજબ વિશ્વમાં દર ચોથા સમુદ્રી જીવની પ્રજાતિઓ વિલૂપ્ત થવાનો ખતરો ઉભો થયો છે. શાર્કની પ્રજાતિઓ ઘટી રહી છે જાણકારી હતી પરંતુ આટલા મોટા પ્રમાણમાં ઘટાડો ચોંકાવનારી બાબત છે. શાર્કની ૩૧ માંથી ૧૬ પ્રજાતિઓનું અસ્તિત્વ જાળવવું ભયજનક છે. જેમાં સમુદ્રી વાઇટટિપ, સ્કૈલપ્ડ, હેમરહેડ અને ગ્રેટર હેમરહેડનો સમાવેશ થાય છે.

                 ૨૦૧૩માં કેનેડાની એક યુનિવર્સિટી દ્વારા એક સંશોધનમાં બહાર આવ્યું હતું કે દર વર્ષે ૧૦ કરોડ શાર્કને મારવામાં આવે છે. આંકડો દુનિયામાં જોવા મળતી શાર્કનો ૭ .ટકા જેટલો છે. શાર્કની શારીરિક રચના માછલીઓ કરતા જુદી પડે છે. માછલીઓનું શરીર પાંસળીઓ અને હાડકાનું બનેલું હોય છે જયારે શાર્કનું હાડકાના સ્થાને કાર્ટિલેજથી બનેલું હોય છે આથી તેને પુખ્ત થવામાં વર્ષો લાગે છે. શાર્કનું પ્રજનન સ્તનધારી જીવોની જેમ થતું હોવાથી જલદી સંખ્યા વધતી નથી. જર્નલ નેચર સાયન્ટિફિક રિપોર્ટમાં પ્રકાશિત માહિતી મુજબ જેમ સમુદ્રમાં તાપમાન વધતું જાય છે તેમ સમુદ્રી જીવો પર વિપરીત અસર થઇ રહી છે. સમુદ્રી તાપમાનમાં આવનારા પરીવર્તનના કારણે શાર્ક માછલીઓના બચ્ચા સમય કરતા પહેલા જન્મે છે અને પોષણના અભાવે વિકાસ નબળો રહે છે. પોષણની ખામીના કારણે કદમાં પણ ઘટાડો થઇ રહયો છે.

(5:27 pm IST)