Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

ભારતથી આવતા મુસાફરો પર ઓસ્ટ્રેલિયાની સરકારે અપનાવ્યું ખુબજ કડક વલણ

નવી દિલ્હી: ભારતથી આવતા મુસાફરો અંગે ઓસ્ટ્રેલિયા (Australia) સરકાર ખૂબ કડક વલણ અપનાવી રહી છે. ભારતથી ઘરે પાછા ફરવાનો પ્રયાસ કરી રહેલા કોઈપણ વ્યક્તિને દંડ અને જેલ જેવી સજાની જોગવાઈ સરકાર કરશે. દેશના ખજાનચી જોશ ફ્રીડેનબર્ગે આ પગલાને કઠોર કહીને બચાવ કર્યો, પરંતુ કહ્યું કે તેને લાવવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે વડા પ્રધાન સ્કોટ મોરિસનની (Scott Morrison)સરકારે ભારતથી આવતી સીધી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મુકી દીધો છે.

      સરકારે આ પગલું ભર્યું છે, કારણ કે તાજેતરમાં જ ગુરુવારે ઓસ્ટ્રેલિયાના બે ક્રિકેટરો પોતાના દેશ પહોંચ્યા હતા. ભારત તરફથી આવતી સીધી ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ જોતાં આ બંને ક્રિકેટરોએ પ્રથમ કતારની યાત્રા કરી હતી. ત્યારબાદ ત્યાંથી ઓસ્ટ્રેલિયા માટે ઉડાન ભરી. આરોગ્ય પ્રધાન ગ્રેગ હન્ટે શુક્રવારે રાત્રે જાહેરાત કરી કે તેઓ સરહદ નિયંત્રણ કડક કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જે કોઈ આ નિયમ ભંગ કરવાનો પ્રયાસ કરશે, તેને $ 66,600 (લગભગ 50 લાખ રૂપિયા) દંડ અથવા પાંચ વર્ષની જેલની સજા થશે, અથવા તેને બંનેનો સામનો કરવો પડી શકે છે.

(5:22 pm IST)