Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાએ સૈન્ય પાછું બોલાવી લેવાની જાહેરાત કરી હોવાની માહિતી

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિકાએ સૈન્ય પાછું બોલાવી લેવાની જાહેરાત કરી એ પછી તેની પ્રક્રિયા પણ શરૃ કરી દેવાઈ છે. અમેરિકા સંભવતઃ ૯-૧૧ના ૨૦ વર્ષ પહેલાં સૈન્ય પાછું બોલાવી લેશે. તબક્કાવાર સૈનિકો અમેરિકા પાછા ફરશે. એ દરમિયાન તાલિબાન અમેરિકાને નિશાન બનાવીને અફઘાનિસ્તાનમાં મોટો હુમલો કરે તેવી શક્યતા છે. પરંતુ અમેરિકાના સંરક્ષણ વિભાગે આ ચેતવણીના સંદર્ભમાં કહ્યું હતું કે જો અમે અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પાછું બોલાવીશું ત્યારે હુમલો થશે તો આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા અમે તૈયાર છીએ. બીજી તરફ ઓસામા બિન લાદેનને આતંકવાદી સંગઠન અલકાયદાએ પણ અમેરિકા સામે લડાઈ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. અલકાયદાના કમાન્ડરે મીડિયા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે અમેરિકા સામેનું યુદ્ધ હંમેશા ચાલું રહેશે. એનો અલકાયદાના અસ્તિત્વ સુધી તો અંત નહીં આવે.

(5:26 pm IST)