Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

ઓએમજી.....સગા પિતાએ માત્ર 6 વર્ષીય માસુમ બાળકી સાથે કર્યું આવું ક્રૂર વર્તન

નવી દિલ્હી: 6 વર્ષની આ માસૂમ બાળકીની તસ્વીર થોડા મહિના પહેલા સમગ્ર દુનિયામાં વાયરલ થઈ હતી. જેનું નામ છે નહલા અલ ઓથમાન. જે સીરિયાની રહેવાસી હતી. યુદ્ધના કારણે આ બાળકી પોતાના માતા-પિતા સાથે રાહત કેમ્પમાં રહેતી હતી. જોકે હવે આ બાળકી દુનિયામાં રહી નથી. તે કુપોષણનો શિકાર બની હતી. કેમ્પના લોકોનું કહેવુ છે કે, નહલાના પિતા સારી રીતે તેનું ધ્યાન રાખતા નહોતા. કહેવાય છે કે, ભૂખ્યા રહેવાના કારણે તેને હેપેટાઈટિસ બી અને અન્ય કેટલીય બિમારીઓ લાગૂ પડી ગઈ. બાદમાં આ બાળકીને હોસ્પિટલમાં દાખલ કરતા ત્યાં દમ તોડ્યો હતો. સીરિયાના રેફ્યુઝી કેમ્પમાં પિતા તેને દિવસમાં મોટા ભાગે લોખંડની સાંકળોથી બાંધીને રાખતા હતા. જેથી તે બીજા સાથે આરામથી રમી ન શકે. કહેવાય છે કે, તેના પિતા તેને બહુ ત્રાસ આપતા નથી. આ ઉપરાંત બાળકીને માતાથી પણ અલગ કરી દીધી હતી. અમુક લોકો એવુ પણ કહી રહ્યા છે કે, ઝડપી ઝડપી ખાવાના કારણે તેનું ગળુ બેસી ગયુ અને તેના કારણે મોત થઈ ગયું. કેમ્પ સુપરવાઈઝરના જણાવ્યા અનુસાર તેમણે કેટલીય વાર બાળકીના પિતાને સાંકળોને માસૂમ દિકરીને ન બાંધવા અરજ કરી પણ તેના પિતા નથી માનતા. બાદમાં નહલાને સાંકળોથી બાંધેલી તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જે બાદ ખૂબ હોબાળો થયો હતો. આ તસ્વીર દ્વારા લોકોએ જોયુ હતું કે, સીરિયાના ઉત્તરમાં આવેલી શિબિરોમાં લાખો લોકો કેટલી મુશ્કેલીઓમાં દિવસો પસાર કરે છે. ત્યાર બાદ તેના પિતાની થોડા સમય માટે ધરપકડ કરવામાં આવી હતી. નહલા પોતાના પરિવાર સાથે પશ્ચિમી સીરિયાના વિદ્રોહિઓના કબ્જાવાળા ભાગમા આવેલા કેમ્પમાં રહેતી હતી.

(6:19 pm IST)