Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

અફઘાનિસ્તાન-પાકિસ્તાન સીમા પર 22 લોકોના મૃત્યુથી અરેરાટી

નવી દિલ્હી:અફઘાનિસ્તાનને પાકિસ્તાન પર આરોપ લગાવ્યો છે કે સીમા પર થનાર ઝડપ દરમ્યાન 15 નાગરિકોની હત્યા થઇ છે સીમા સંઘર્ષમાં 22 લોકો મોતને ભેટ્યા છે.અફઘાનિસ્તાનનું કહેવું છે કે પાકિસ્તાને આ ઘટનાને ત્યારે અંજામ આપ્યો હતો જયારે ઈદ-અલ- અધ પર્વના અવસર પર આ ભીડ સીમા પર કરી રહી હતી. અફઘાનિસ્તાનના દક્ષિણપૂર્વી કંધાર પ્રાંતના ગવર્નર હયતુલ્લાહ હયાતે જણાવ્યું છે કે દેશના સુરક્ષાબળ વચ્ચે થયેલ લડાઈ દરમ્યાન 15 મૃતકો અને 80 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તેમજ મૃતક લોકોમાં મહિલાઓ સહીત બાળકોનો પણ સમાવેશ થઇ રહ્યો છે.

(5:08 pm IST)