Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

આ આઇલેન્ડમાં 100થી વધુ થયો છે ડોલ્ફીનનો શિકાર

નવી દિલ્હી: ફરો આઇલેન્ડ્સમાં 100 ડોલ્ફિનનો નિર્દયતાથી શિકાર કરવામાં આવ્યો છે. 120 વર્ષમાં બોટલનોઝ ડોલ્ફિનનો સૌથી મોટો સામૂહિક શિકાર હોવાનું માનવામાં આવે છે. ફેરો ટાપુમાં 98 પુખ્ત વયની ડોલ્ફીન અને એક બાળક જે હજુ પોતાના માતાના ગર્ભાશયમાં હતો અને એક નાના બાળકનો શિકાર કરવામાં આવ્યો છે. આ નિર્દયતાની તસવીરો દુનિયા સામે આવી છે. જે જોવાની પણ હિંમત નથી થતી. ત્યાં મોટા પ્રમાણમાં ડોલ્ફીનનો શિકાર કરવામાં આવી રહ્યો છે. આ ફોટો ડરાવના છે, નિષ્ણાતો માને છે કે, ડોલ્ફિનને પહેલા કિનારે લઈ જવામાં આવી હતી અને પછી છરી, ભાલા અને અન્ય તીક્ષ્ણ હથિયારો વડે તેમની હત્યા કરવામાં આવી હતી. આટલા મોટા પાયે ડોલ્ફિનને માર્યા બાદ કિનારા પરનું પાણી લાલ થઈ ગયું હતું. માહિતી અનુસાર, આ પ્રકારનો શિકાર ફેરા ટાપુનો એક પાંરપરિક ભાગ છે પરંતુ વન્યજીવ સંસ્થાઓ દ્વારા તેની વ્યાપક નિંદા કરવામાં આવી છે. "આ ડોલ્ફિન શિકાર ફક્ત શરમજનક છે અને માત્ર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય આક્રોશનું કારણ છે," સી શેફર્ડ, શિકારનું ફિલ્માંકન કરનાર સંસ્થાએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

(5:25 pm IST)