Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

પૃથ્વી પરનું એવું અનોખું સ્થળ આજગ્યા પર છે કે જ્યાં દરિયો ખુબજ ઊંડો છે.

નવી દિલ્હી : પૃથ્વી પરનું આ એક એવું અજાયબ સ્થળ છે જયાં દરિયો સૌથી વધુ ૧૦૯૯૪ મીટર ઉંડો છે. એટલે કે દરિયાની સપાટીથી તેનું તળિયું ૧૧ કિમી જેટલું ઉંડું છે. ડિપેસ્ટ પોઇન્ટ ઓફ અર્થ ગણાાતી આ ખાઇ એટલી ઉંડી છે કે માઉન્ટ એવરેસ્ટને ડુબાડી દેવામાં આવે તો પણ શિખરની ટોચ પાણીની ઉપરની સપાટી વચ્ચે ૨ કિમીનું અંતર રહી જાય. મારિયાના ટ્રેંચના તળિયે અમૂક પ્રકારની સબમરિન જ સાહસ કરીને પહોંચી શકે છે. આ એવું સ્થળ છે જયાં સૂર્યપ્રકાશ પહોંચી શકતો નથી પરંતુ માણસ નિર્મિત પ્રદૂષણ પહોંચી ગયું છે. એક રોબોટિક સબમરીને જયારે ટ્રેંચના ઉંડાણની તસ્વીર લીધી તે નવાઇ પમાડે તેવી હતી. સંશોધકોનું માનવું હતું કે મારિયાના ટ્રેન્ચ સૌથી ઉંડો અને દુગર્મ હોવાથી તે પ્રાકૃતિક સ્વરુપમાં જ રહયો હશે. તેના પર માણસનો કોઇ પ્રભાવ પડયો નહી હોય પરંતુ કચરો મળી આવવોએ દર્શાવે છે કે આપણે જે ચીજોનો ઉપયોગ કરીને ફેંકી દઇએ છીએ એ છેવટે કયાં પહોંચી રહી છે. પૃથ્વીના વધારે પડતા દોહન અને અપ્રાકૃતિક માનવીય વર્તનથી હવે કશું જ મુકત નથી.

(5:26 pm IST)