Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

મહિલાના મોંમાંથી નીકળ્યો ૪ ફૂટ લાંબો સાપ

ડોકટરોએ ગળાની અંદર પાઇપ નાખીને

લેવાશી તા. ૧ : મોં ખોલીને સુવું આપણે કેટલું ભારે પડી શકે છે તે તો આપ આ મહિલાને જ પૂછો. જેના મોને રાફડો સમજીને ચાર ફુટ લાંબો સાપ તેના શરીરની અંદર ઘુસી ગયો. જયારે મહિલાને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી ત્યારે તે ડોકટર પાસે ગઇ. ડોકટરોએ મો દ્વારા ગળાની અંદર એક પાઇપ નાખીને તેના મોંમાંથી ૪ ફૂટ લાંબા સાપને બહાર નીકાળવામાં આવ્યો. ત્યારે હવે આપ સમજી જ ગયા હશો કે મો ખોલીને સુવું આપના માટે કેટલું ખતરનાક છે.

એક ન્યુઝ ચેનલના જણાવ્યાં અનુસાર રશિયાના દાગેસ્તાનના લેવાશી ગામની રહેનારી એક મહિલા પોતાના ઘરના બગીચામાં સુઇ રહી હતી. ત્યારે તેનું મોં ખુલ્લું હતું. એવામાં એક ચાર ફૂટ લાંબો પાતળો સાપ તેના મોંના ભાગેથી ગળાની અંદર થઇને તેના શરીરની અંદર ચાલ્યો ગયો. જયાં સુધી મહિલા કંઇ કરે ત્યાં સુધીમાં તો તે સાપ તેના ગળાની અંદર થઇને શરીરમાં ચાલ્યો ગયો હતો. મહિલાની હાલત તેજીથી ખરાબ થઇ રહી હતી . તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. બાદમાં તેને હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી.

મહિલાને તુરંત ઇમરજન્સી વોર્ડમાં લઇ જઇને જનરલ એનેસ્થીસિયા આપી તેને બેહોશ કરવામાં આવી. ત્યાર બાદ ડોકટરોએ મહિલાના ગળામાં વીડિયો કેમેરા અને લાઇટવાળી ટ્યુબ અંદર નાખી. જેથી પેટની અંદર જોઇ શકાય કે સાપ શરીરમાં કેટલે અંદર સુધી ઘુસી ગયો છે. હેરાન કરી નાખનારી વાત તો એ છે કે ડોકટરોએ તે જ ટ્યુબથી સાપના એક ભાગને પકડી લીધો. પછી ધીરે-ધીરે તેને બહાર નીકાળવાનું શરૂ કર્યું.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઇ શકાય છે કે જેવો ઓપરેશન થિએટરમાં હાજર મેડિકલ સ્ટાફ સાપને નીકાળે છે તો તેની લંબાઇ જોઇને તેઓ પાછા હટી જાય છે. મહિલા મેડિકલ કર્મીના ચહેરા પર એક પ્રકારનો ડર દેખાઇ રહ્યો છે. ત્યાર બાદ તે સાપને મેડિકલ બકેટમાં નાખી દે છે. પરંતુ એ સ્પષ્ટ ન હોતું થઇ શકયું કે આખરે સાપ જીવતો છે કે મૃતક. આ ઘટના બાદ રશિયાના દાગેસ્તાનમાં પ્રશાસનના લોકોએ લોકોને ઘરની બહાર સુવા માટેની ના કહી દીધી છે. કારણ કે એવાં સમયે સાપ નીકળવાના મામલા વધુ સામે આવતા હોય છે. આ મહિલા દર્દી અથવા તો સાપની પ્રજાતિને વિશે કોઇ પણ પ્રકારની જાણકારી આપવામાં નથી આવી. જો કે આ ઘટના બાદ કેટલાંક લોકોએ એવો દાવો પણ કર્યો છે કે તેના શરીરમાં પણ કંઇક જીવતું ફરી રહ્યું છે. લેવાશી ગામમાં કુલ ૧૧૫૦૦ લોકો રહે છે. આ ગામ સમુદ્ર તળથી ૪૧૬૫ને ઊંચાઇ પર આવેલું છે.

(4:08 pm IST)