Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

કોરોના મહામારી વચ્ચે બ્રાઝિલના આ આઇલેન્ડ પર માત્ર કોરોના પોઝિટિવ દર્દીઓ માટે જ ખુલ્લો રાખવામાં આવ્યો

નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે એક આઈલેન્ડે પોતાના ત્યાં આવનારા પર્યટકો માટે શરત રાખી છે કે પ્રવાસીઓનું કોરોનાથી રિકવર થવું જરૂરી છે. એટલે કે માત્ર તે ટૂરિસ્ટ આઇલેન્ડ પર આવી શકે છે, જેને પહેલા કોરોના થયો હોય અને તે સાજા થઈ ગયા હોય.

             બ્રાઝિલના ફર્નાન્ડો ડી નોરોન્હા (Fernando de Noronha) નામનો આઈલેન્ડ ટૂરિસ્ટ માટે છેલ્લા પાંચ મહિનાથી બંધ હતો. પરંતુ હવે નવી શરતો સાથે ખુલ્યો છે. આઇલેન્ડ પર રોજ સીમિત સંખ્યામાં લોકોને એન્ટ્રીને મંજૂરી આપવામાં આવે છે. સ્થાનીક અધિકારીઓએ કહ્યું કે, શરત પૂરી કરનાર ટૂરિસ્ટ એક સપ્ટેમ્બરથી અહીં આવી શકે છે.

(6:40 pm IST)