Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ડાયાબિટીસના દર્દીઓ માટે બ્રિટિશ સરકારે કરી અનોખી તૈયારી:એક વર્ષ માટે કરી એક નવી યોજના શરૂ

નવી દિલ્હી:બ્રિટિશ સરકાર દ્વારા વિત પોષિત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવાએ મંગળવારના રોજ આખા ઈંગ્લેન્ડમાં હજારો પ્રકારના ડાયાબિટીસના દર્દીઓને વજન ઓછો કરવા માટે મફતમાં સૂપ અને  શેક આપવાની ઘોષણા કરી છે. પહેલા ઓછી ઉર્જાવાળું ભોજનથી દર્દીઓના જીવન માં સુધારો લાવ્યા પછી યોજના અમલમાં મૂકી છે.

            મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે દર વર્ષે સ્વાસ્થ્ય સેવા પર 10 અરબ પાઉંડનો બોજ પડે છે અને ડોકટરો દ્વારા આપવામાં આવેલ દરેક 20 પ્રિસ્ક્રિપશન માંથી એક ડાયાબિટીસના દર્દીથી સંબંધિત છે. યોજના એક વર્ષ માટે ચાલશે તેમજ ઓછી કેલરીવાળા ઉપયોગથી શેક અને સૂપ વધારે વ્યાયામ સાથે ત્રણ મહિના સુધી દર્દીઓને આપવામાં આવશે।

(6:42 pm IST)