Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

કોરોના મહામારી વચ્ચે ઈઝરાયલમાં મંગળવારથી શરૂ કરવામાં આવી શાળા: 2 મિલિયનથી વધારે બાળકો પહોંચ્યા શાળાએ

નવી દિલ્હી:કોરોના વાયરસની મહામારી વચ્ચે ઈઝરાયલમાં મંગળવારથી ફરીથી શાળા શરૂ કરવામાં આવી છે જેમાં 2 મિલિયનથી વધારે બાળકો શાળાએ  ગયા છે સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી  મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શાળા માટે સખ્ત દિશા નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. જેનું પાલન શાળાના લોકોને અચૂક કરવાનું રહેશે। નાના નાના બાળકોને થોડા થોડા સમૂહોમાં રાખવામાં આવ્યા છે  બાળકો એક અઠવાડિયામાં પાંચથી 6 દિવસ શાળાએ જશે જયારે મોટા બાળકો પોતાનો મોટા ભાગનો અભ્યાસ ઘરેથી કરશે। ફોર્થ ગ્રેડ અને તેનાથી મોટા બાળકોને શાળામાં દરેક સમયે માસ્ક પહેરવું ફરજીયાત રહેશે। તેમજ સોશિયલ ડિસ્ટન્સ સહીત સેનિટાઇઝેશનનો  ઉપયોગ કડકાઈથી કરવાનો રહેશે.

(6:44 pm IST)
  • GSTR 4 ની મુદતમાં વધારો : નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટેના "જીએસટીઆર-ફોર"ની છેલ્લી તારીખ ૩૧ ઓક્ટોબર ૨૦૨૦ સુધી લંબાવી દેવામાં આવ્યાનું નાણામંત્રાલએ જાહેર કર્યું છે. *ન્યુઝફર્સ્ટ access_time 10:34 pm IST

  • વડાપ્રધાન મોદીએ આજે સવારે દિવંગત પ્રણવ મુખર્જીને હાર્દિક શ્રદ્ધાંજલી અર્પણ કરી નમન કર્યુ હતું તે સમયની તસ્વીર access_time 11:16 am IST

  • કાલથી કોંગ્રેસના સિનિયર નેતાઓ રાજ્યના અલગ-અલગ અતિવૃષ્ટિ પ્રભાવિત વિસ્તારોમાં ફરશે : નુકશાનીનો સર્વે કરીને ખેડૂતોના ખાતામાં રકમ આપે તેવી માંગ કરશે access_time 6:30 pm IST