Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ચીન ઉર્જાની દુનિયામાં કરવા જઈ રહ્યો છે એક ખુબજ અગત્યનો પ્રયોગ

નવી દિલ્હી: ચીન એક બહુ નાનકડો પ્રયોગ કરવા જઈ રહ્યું છે, જે દુનિયાની ઊર્જા જરૂરિયાતોમાં ખૂબ અગત્યનો છે. ચીનના (ઉત્તર-મધ્યના ગેન્સૂ પ્રાંતના) વુવૅઈ શહેરની નજીક માત્ર ત્રણ મીટર ઊંચું એક અણુરિએક્ટર તૈયાર કરાયું છે, જેની ક્ષમતા માત્ર બે મેગાવૉટ વીજળી ઉત્પન્ન કરવાની છે. 1000 ઘરો માટે આટલી વીજળીની જરૂર પડે. ચીનમાં 50 અણુમથકો છે પરંતુ વુવેઈમાં જે અણુરિઍક્ટરનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, તે એકદમ ખાસ છે. પણ, આટલા નાનાપાયે વીજળી ઉત્પાદન કરવા માટે કરોડો ડૉલર્સનું રોકાણ કરવું શું ચીન માટે ફાયદાનો સોદો છે? એ એક મહત્ત્વનો પ્રશ્ન છે. તેની સામે એ પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે કે દુનિયાભરના વૈજ્ઞાનિકો એ જાણવા માટે આતુર છે કે આ અણુરિઍક્ટરમાં જે રીતે પરમાણુ પ્રક્રિયા થાય છે, એ શું છે અને તે પરીક્ષણ સફળ થાય છે કે કેમ.

મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજીના ન્યૂક્લિયર ઍન્જિનિયર ચાર્લ્સ ફોર્સબર્ગ કહે છે, "આજનો સવાલ આ છે: શું ટેકો આપતી ટેકનૉલૉજી મોલ્ટન સૉલ્ટ રિઍક્ટર (આરએસએફ)ને અદ્યતન ટેકનૉલૉજી તરીકે સ્થાપિત કરવા માટે તૈયાર છે?"

(5:35 pm IST)